સુરેન્દ્રનગર નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝમાં કામ કરતા 280 સફાઇ કામદારોને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝમાં કામ કરતા 280 સફાઇ કામદારોને કોન્ટ્રાક્ટરોએ બે માસનો પગાર ન ચૂકવતા રોષે ભરાયેલા કર્મચારીઓ પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા. અને લેખીત આવેદન પાઠવી બાકી પગાર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં સફાઇ કરી શહેરને સ્વચ્છ રાખવા માટે કર્મચારીઓની ઘટ હોવાથી પાલિકા દ્વારા સફાઇનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. જેમાં મહિલા અને પુરૂષો સહીત હાલ કુલ 280 સફાઇ કામદારો કોન્ટ્રાક્ટ બેઇઝ પર ફરજ બજાવી રહ્યાં છે. આ કર્મચારીઓ છેલ્લા માર્ચ અને એપ્રિલ એમ બે માસના પગારથી વંચીત હોવાના કારણે તેમની આર્થિક હાલત કફોડી બની ગઇ છે. ગરમાં કરીયાણું લાવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. આથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકવવામાં આવે તે ખૂબ જ જરૂરી હોવાથી ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના નેજા હેઠળ મયુરભાઇ પાટડીયા તેમજ સફાઇ કામદારોએ પાલિકામાં લેખીત આવેદન આપતા જણાવ્યું કે એક તરફ લગ્નની સિઝન છે જ્યારે આગામી સમયમાં બાળકોની ફી ભરવા સહીતની બાબતોને લઇને સફાઇ કામદારોને નાણાની તીવ્ર જરૂરીયાત હોય કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલીક પગાર ચૂકવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...