તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં ઓટો ગેરેજની દુકાનમાંથી દારૂની 20 બોટલ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની બદીને ડામવા જિલ્લા પોલીસ વડાએ કડક આદેશો કર્યા છે. આ દરમિયાન શહેરના 80 ફૂટ રોડ પર નવરંગ સોસાયટી નં. 1ના નાકે આવેલ ગણેશ ઓટો ગેરેજ નામની દુકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં ગેરેજના માલીક અને ટીબી હોસ્પિટલ પાછળ આનંદનગરમાં રહેતા સતીષ શંકરભાઇ વીંઝુવાડીયાને 20 બોટલ વિદેશી દારૂ અને 1 મોબાઇલ સહિત રૂપિયા સાથે ઝડપી લેવાયો હતો. આ દારૂ નવી હાઉસીંગ બોર્ડમાં રહેતા ગોપાલભાઇ વશરામભાઇ કોળી પાસેથી છુટક વેચાણ અર્થે સતીષભાઇ લાવ્યા હોવાનું પણ ખૂલ્યુ છે. આથી બન્ને શખ્સો સામે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...