તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ઘંઉની 1909, વરિયાળીની 47 મણ આવક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના વઢવાણ માર્કેટિગં યાર્ડમાં ઘંઉના ઢગલા ખડકાયા છે. ઘઉનું 30 હજાર હેક્ટર અને જીરાનું 88549 હેક્ટરમાં વાવેતર થયું છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં તાલુકાના આદલસર, ટીંબા, મેમકા, કારયાણી, ચમારજ, વાઘેલા, ગોદાવરી, શેખપર,, કોઠારીયા સહિતના ખેડૂતો ઘંઉ, વરયાળી, જીરૂ, એરંડા વગેરે લઇને ઉમટી પડ્યા હતા. જેથી બુધવારે વઢવાણ યાર્ડ ધમધમતુ જોવા મળ્યુ હતું. અને ટ્રેકટર સહિતના વાહનોમાં ઘંઉ, વરીયાળી, જીરૂના કોથળા વગેરે લઇને ઉમટી પડયા હતાં. આ દિવસે વઢવાણ એપીએમસીમાં ઘંઉના એક મણના ભાવ રૂ. 330થી 405 રહેવાની સાથે કુલ 1909 મણ ઘંઉની આવક થઇ હતી. જ્યારે એક મણના રૂ. 1125 થી 1480ના ભાવ સાથે વરીયાળીની 49 મણ આવક જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...