તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થોરિયાળીમાં 1.9 અને મોટા કેરાળામાં 2ની તીવ્રતાનો ભૂકંપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ધરા ધ્રુજે છે. સાયલા અને ચૂડા તાલુકામાં અવારનવાર ધરા ધ્રુજે છે. પરંતુ જોરાવરનગરમાં પણ ભૂકંપના આંચકાના લીધે મકાનની ફલોરીંગ ટાઇલ્સને નુકસાન થયું છે. જોકે, જોરાવરનગરમાં આવેલ આંચકો આઇએસઆરના ચોપડે નોંધાયો નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચૂડા તાલુકામાં જાણે ભૂકંપનું એપી સેન્ટર હોઇ તેમ અવારનવાર હળવા આંચકા ઇન્ડીયન સીસ્મોલોજીકલ રીચર્સના ચોપડે નોંધાય છે. 12મીએ બપોરે 12.04 મીનીટે 1.9નો આંચકો આવ્યો હતો જેનું કેન્દ્રબીંદુ સાયલાનું થોરીયાળી ગામ હતું. જ્યારે બપોરે 3.28 સાયલાના મોટા કેરાળામાં 2.0ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ઉપરાંત જોરાવરનગરમાં પણ આંચકો આવ્યો હોવાનુ઼ં લોકો માની રહ્યા છે. જોરાવરનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ફરજ બજાવતા કિશોરસિંહ મનુભા સીસોદીયા તેમના પરિવાર સાથે મંગળવારે રાત્રે સુતા હતા. ત્યારે અચાનક રાત્રે બે વાગ્યાની આસપાસ મોટા અવાજ સાથે થોડી જમીનમાં હલચલ થતા તેમના ઘરમાં અંદાજે 10 ફૂટ જેટલા વિસ્તારમાં ફલોરીંગ ટાઇલ્સ તૂટી ગઇ હતી. આ ઘટનાથી પરિવાર ભયભીત થઇને ફળીયામાં આવી ગયો હતો. જયારે આસપાસના મકાનોમાં પણ સામાન્ય તીરાડો પડી હતી. ઇન્ડીયન સીસ્મોલોજીકલ રીચર્સ સેન્ટરમાં જોરાવરનગરમાં આંચકાની કોઇ વિગતો નોંધાઇ નથી.

જોરાવરનગરમાં આંચકાથી તૂટેલી ફલોરીંગ ટાઇલ્સ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...