તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ દ્વારા આયોજીત 14મો સમૂહલગ્નોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતી ટ્રસ્ટ દ્વારા 14મા સમુહલગ્નોત્સવ અને યજ્ઞોપવિત સંસ્કારનુ઼ આયોજન કરાયુ હતું.

21 ફેબ્રુઆરીએ વઢવાણ બ્રાહ્મણ ભોજનશાળા બારીરોડ ખાતે યોજાયેલ આ સમારોહમાં આ પ્રસંગે ડૉ.ધારીણીબેન શુક્લ, બારકાઉન્સીલ ગુજરાતના ચેરમેન દિપેનભાઇ દવે, દમયંતીબેન શુક્લ, ભરતકુમાર શુક્લ મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સવારે 7 થી 11 કલાક દરમિયાન 14 બટુકોના ગ્રહશાંતિ, સન્માનસમારોહ યજ્ઞોપવિત સંસ્કાર, કાશીયાત્રા શાસ્ત્રી આશિષભાઇ મહેતાના આચાર્ય પદે યોજાયા હતા. ત્યારબાદ બપોરે 12 થી 3 કલાક દરમિયાન 9 દંપત્તિઓના લગ્નવિધી, હસ્તમેળાપ, ભોજનસમારોહ, જાનવિદાય યોજાયા હતા.

આ પ્રસંગે દિકરીઓને કરીયાવર અને 80 હજાર રૂપીયા અપાયા હતા. જ્યારે વઢવાણ સ્વામીનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજીએ ઉપસ્થિત રહી બટુકો અને નવદંપતિને આશિર્વચન પાઠવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અન્નક્ષેત્ર ટ્રસ્ટ, યુવા બ્રહ્મ સમાજ વઢવાણ, બ્રહ્મ મહિલા સંગઠન દ્વારા પ્રયાસ કરાયા હતા.

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતી ટ્રસ્ટ દ્વારા 14મા સમુહલગ્નોત્સવ અને યજ્ઞોપવિત સંસ્કારનુ઼ આયોજન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો