તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડની 12 ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી માટે ફોર્મ જ ન ભરાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યંુ છે. 16 ગામના સરપંચ પદની ચૂંટણી જાહેર થયા બાદ 12માં ફોર્મ જ ભરાયા નથી જ્યારે 1 ગામના સરપંચ પદના ઉમેદવાર બિનહરીફ થતાં હવે 3 ગામમાં સરપંચ પદની જ્યારે 188માંથી 17 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાનાર છે. જિલ્લાનાં જે ગામોમાં સરપંચ પદ માટે ફોર્મ નથી ભરાયાં તે ગામોમાં અનામત બેઠકની વસ્તી જ ન હોવાથી ફોર્મ ન ભરાયાં હોવાનું બહાર આવ્યુ છે.

જિલ્લાની 16 ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી જાહેર થયા બાદ 12 ગામમાં કોઈ ઉમેદવારે ફોર્મ જ ભર્યાં નથી જ્યારે ચૂડા તાલુકાના નટવરગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર બિનહરીફ થયા છે. આથી હવે ચૂડાના અચારડા, ધ્રાંગધ્રાના ગુજરવદી અને લીંબડીના સૌકા ગામમાં જ સરપંચ અને વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. ત્રણેય મહિલા અનામત સરપંચ પદની બેઠકમાં અચારડામાં સરપંચ પદ માટે 3, સૌકામાં 3 અને ગુજરવદીમાં 2 મહિલા ઉમેદવાર મેદાને છે.

ઉપરાંત 188 વોર્ડના સભ્ય માટેની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં 150 વોર્ડના સભ્યો માટે ફોર્મ ભરાયાં નથી જ્યારે 21 વોર્ડના સભ્યો બિન હરીફ થતા 17 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. ચૂડાની અચારડા, લીંબડીની સૌકા અને ધ્રાંગધ્રાની ગુજરવદી ગ્રામ પંચાયત ઉપરાંત સાયલાના સેજકપરમાં પણ વોર્ડ-6ના સભ્ય માટે 20મીએ મતદાન થશે જેનું પરિણામ 22મીએ જાહેર થશે.

કઇ-કઇ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ફોર્મ ન ભરાયાં
તાલુકા ગામના નામ અનામતનો પ્રકાર

વઢવાણ નાના કેરાળા અનુસૂચિત આદિ જાતી

લખતર છારદ અનસુચિત આદિ જાતી સ્ત્રી

સાયલા સેજકપર અનસુચિત આદિ જાતી સ્ત્રી

ચૂડા લાલીયાદ અનુસૂચિત આદિ જાતી

થાનગઢ જામવાળી અનુસુચિત જન જાતિ સ્ત્રી

મૂળી સરા અનુસૂચિત જન જાતિ

તાલુકા ગામના નામ અનામતનો પ્રકાર

ચોટીલા વાવડી અનુસૂચિત જન જાતિ

દસાડા સાવડા અનસૂચિત જન જાતિ

લીંબડી ચોરણીયા અનસૂચિત આદિ જાતિ સ્ત્રી

લીંબડી દેવપરા અનુસૂચિત આદિ જાતિ

લીંબડી રામરાજપર અનસૂચિત આદિ જાતિ સ્ત્રી

લીંબડી જાંબુ અનસૂચિત આદિ જાતિ

ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ-1ની પેટાચૂંટણી પ્રથમ દિવસે એક પણ ફોર્મ ન ભરાયું
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા વોર્ડ 1ના કૉંગ્રેસના સુધરાઈ સભ્ય કૌશિક પટેલે 6 માસ પહેલાં રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી માટે શુક્રવારે એક પણ ફોર્મ ભરાયું નહોતું. 12 જાન્યુઆરીએ છેલ્લા દિવસે ભાજપ-કૉંગ્રેસ સહિતના ઉમદેવારો ફોર્મ ભરવા ઉમટી પડશે. ફોર્મ ચકાસણી 15 જાન્યુઆરીએ થશે અને તા. 16મીએ ફોર્મ પાછા ખેંચવાની તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થશે જ્યારે મતદાન 27 જાન્યુઆરીએ થશે અને મતગણતરી 28મીએ યોજાશે. હાલ ધ્રાંગધ્રા નગરપાલીકામાં કુલ 36 બેઠકોમાંથી ભાજપ પાસે 25 અને કોંગ્રેસ પાસે 10 બેઠક છે.

અન્ય સમાચારો પણ છે...