તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં ઢોલ,નગારા ને તબલાના રિપેરિંગમાં મહિલા અગ્રેસર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ પણ પરિવારને મદદરૂપ થઇને કામગીરી કરી રહી છે - Divya Bhaskar
મહિલાઓ પણ પરિવારને મદદરૂપ થઇને કામગીરી કરી રહી છે

સુરેન્દ્રનગર: આધ્યશક્તિના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે. માના ગુણગાન માટે વપરાતા સાંજીદાને સજ્જ કરવા ઝાલાવાડની મહિલાઓએ હાથ અજમાવતા નવરાત્રિ પહેલા જ  નારીશક્તિના દર્શન જોવા મળ્યા હતા. માત્રને માત્ર પરિવારને મદદરૂપ થવા માટે છેલ્લા 20 વર્ષથી આવી 15થી વધુ બહેનો ઢોલ,નગારા  અને તબલા રિપેરીંગનું કામ કરી રહી છે.


હાલના આધુનિક સમયમાં ડીજે સહિતના ઇલેટ્રોનીક સાધનોના તાલ સામે ઝાલાવાડની ડબગર કારીગીરી લુપ્ત થતી જાય છે.  દિવસે દિવસે દેશી ઢોલના તાલ, તબલાની રમઝટ, નગારા, ઢોલક સહિતનો અવાજ ધીમો થતો જાય છે.  અને આથી ઢોલ,નગારા, તબલા રિપેર કરવા કે નવા બાંધવાની કારીગરી જે ડબગર કારીગરી તરીકે ઓળખાય છે તે કલા ધીરે ધીરે લુપ્ત થઇ રહી છે. પરંતુ સુરેન્દ્રનગરની 15થી વધુ બહેનો આ કારીગરીને જીવંત રાખવાની સાથે પરિવારને મદદરૂપ પણ થઇ રહી છે.

 

સમાન્ય રીતે આ કલા રાજાારજવાડાના સમયથી ચાલી આવે છે. મોટા ભાગે પુરૂષો જ આ કામગીરી કરતા હતા. વર્તમાન સમયે આધુનિક વાજીંત્રો આવતા ડબગરનાં કારીગરોને રોજીરોટીનો સવાલ ઉભો થયો છે.અને આથી જ આ કામ કરતા પરિવારજનો પોતાના સંતાનોને અન્ય વ્યવસાય કે નોકરી તરફ મોકલી રહ્યાં છે. આવી વિકટ સ્થિતિમાં પણ પોતાની વંશપરંપરાગતની કલા લુપ્ત ન થાય તે માટે યુવતીઓ અને મહિલાઓ પ્રયાસ કરી રહી છે. ધર્મેન્દ્રભાઈ બાબુલાલ દેવડા, આશીષભાઈ ધર્મેન્દ્રભાઈ દેવડાએ જણાવ્યું કે, હાલ નવરાત્રિમાં કામ વધુ રહે છે જેને પહોંચી વળવા અંદાજે 15 મહિલાઓ પણ તબલા,ઢોલ,ઢોલક સહિતના સાધનો માટે કામગીરી કરે છે.

 

વારસાગત કલાને ટકવી રાખવી છે :  બહેનો 

 

આ અંગે ધો. 12 પાસ ભાવનાબેન ડી.દેવડા, એમ.કોમ પાર્ટ-1માં અભ્યાસ કરતા  ભાવિકાબેન દેવડા અને દર્શનાબેન દેવડાએ જણાવ્યું કે, અમારૂ  એજ્યુકેશન સારૂ જ છે. છતા  કલાને જીંવત રાખવા માટે અમો સંગીતના સાધનોની કામગીરીમાં મદદ કરીએ છીએ.

 

 

10 પરિવારો કામગીરી કરે છે

 

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ સુરેન્દ્રનગર શહેરમાં  અંદાજે 10 જેટલા ડબગર પરીવારો  રહે છે. આ પરિવારો સમગ્ર જિલ્લાના સંગીતમય સાધનોનું રિપેરીંગ સહિતનું કામ કરી રહ્યાં છે. તેમાય આવા લોકોને નવરાત્રિ પર્વ  સહિતના તહેવારોમાં કામ વધુ રહે છે.