Home » Saurashtra » Latest News » Surendranagar » Video viral of PI bad talk with a girl

વર્ધીમાં મસ્તી નહીં, યુવતી સાથે ગેરવર્તન કરનાર પીધેલા PIની વાતોનો વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 11:22 PM

ચાલુ નોકરીએ દારૂ પીનારા પીઆઇ ફસાતાં અચાનક ડહાપણ ફૂટ્યું : રાતે શું બન્યું હતું તેનો ચિતાર લોકો સમક્ષ આવી ગયો

 • Video viral of PI bad talk with a girl
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  દારૂના નશામાં ચકચૂર પીઆઇનો વીડીયો વાયરલ થયો હતો.

  સુરેન્દ્રનગર: થાન તરણેતરના મેળામાં બંદોબસ્ત પૂરો કરી દારૂના નશામાં ચકચૂર બનેલા પીઆઇના કારસ્તાનનો ભાંડો ફૂટતા ચકચાર ફેલાઇ છે. ખાખીના રોફમાં ખેલ નાંખી દીધા બાદ પોતે ફસાયાની જાણ થતાની સાથે પીઆઇને ડહાપણ સૂઝ્યું હતું. માફી માંગવાની વાત નીકળતાંની સાથે વર્ધીમાં મસ્તી નહી તેવી ડાહી ડાહી વાતો પીઆઇ કરવા લાગ્યો હતો. વીડિયો વાઈરલ થતાં રાતના સમયે શું બન્યું હતું તેનો સમગ્ર ચીતાર લોકો સમક્ષ આવી ગયો હતો.

  પોલીસ મામલો થાળે પાડવા પૈસા આપવા પણ તૈયાર થઇ


  તરણેતર રોડ પર યુવતી સાથે ગેરવર્તન કરનાર પીઆઇ કનૈયાલાલ અમૃતલાલ ડામોર સામે પીવાનો ગુનો દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ દારૂના નશામાં ચકચૂર બનીને પીઆઇ કનૈયાલાલ અમૃતલાલ ડામોરે કેવા ખેલ નાંખ્યા હતા અને ત્યારબાદ યુવતીએ દાખવેલી હિંમત પછી ફસાયેલા પીઆઇની કેવી હાલત થઇ હતી તેનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો છે. પીઆઇ કનૈયાલાલ અમૃતલાલ ડામોરે યુવતી તથા તેના સાથીદાર પર પણ હાથ ઉપાડી લીધા હોવાની વાતો સ્પષ્ટ સંભળાતી હતી.


  પીઆઇએ લાફો ઝીંકી દીધા બાદ મામલો ગરમાઇ ગયો હતો. યુવતી તથા તેમની ટીમ પીઆઇના આ કરતૂતથી રોષે ભરાયા હતા. લોકો વચ્ચે ઘેરાઇ ગયા બાદ ફસાયાની જાણ થતાની સાથે પીઆઇ અને સાથી પોલીસ જાણે ગરીબડી ગાય બની ખુદ પીઆઇ પણ બે હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો. અને વર્ધીમાં મસ્તી નહી તેવી પીધેલા પીઆઇ સુફીયાણી વાતો કરવા લાગ્યો હતો. લોકોના રોષને જોઇને ચાલતી પકડવા માંગતા પોલીસની ગાડીની ચાવી લઇ લીધી હતી. અને પોલીસ અધિકારી આવે પછી જ જવાનું કહેતા ટલ્લી થયેલા પીઆઇ કહે સારૂ મેડમ તમે કો તો રોકાઇ જઇએ છીએ પણ જમવાની વ્યવસ્થા કરજો.


  હવે કાર્યવાહી થશે જ તે બાબતનો ખ્યાલ આવી જતા પોલીસે બધુ પતાવવા માટે રીતસરની આજીજી કરી હતી. બીચારા પીઆઇની નોકરીના સવાલનો પણ વાસ્તો આપ્યો હતો. સામાન્ય રીતે લોકો પાસેથી તોડ કરતી પોલીસ આ મામલો દબાવવા માટે પૈસા આપવા પણ તૈયાર થઇ ગઇ હતી. ચાલુ ફરજ પર પીઆઇ દારૂ પી ગયા જેવી ગંભીર બાબત હોવા છતાં પોલીસ ભેગા થયેલા લોકોને જાણે કાંઇ જ ન બન્યુ હોય તેમ સમજાવતા કહેતી હતી કે, ભાઇ તમે બધા જતા રહો આમાં કાંઇ નથી ખાલી પીઆઇ પી ગયા છે.


  બ્લડ સેમ્પલ બાદ જામીન પર મુક્ત


  પીઆઇએ પોતાની નોકરીનો પણ વાસ્તો આપી મામલો પતાવવા આજીજી કરી હતી

  વીડિયોની વાતચીતમાં પોલીસે હાથ ઉપાડયાનો પણ ઉલ્લેખ

  લોકો વચ્ચે ઘેરાઈ ગયા બાદ ગડબડ થયાની જાણ થતાં બે હાથ જોડીને માફી પણ માગી

 • Video viral of PI bad talk with a girl
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસની આ નફ્ફટાઇનો વીડિયો વાયરલ થતા ચકચાર ફેલાઇ છે.
 • Video viral of PI bad talk with a girl
  વીડિયોની વાતચીતમાં પોલીસે હાથ ઉપાડયાનો પણ ઉલ્લેખ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ