તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ ફોટોગ્રાફી-ડેઃ ઈ.સ.1900માં રાજવી પરિવાર હાથી પાછળ બગી જોતરતાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા: માંનવીનું પ્રકૃતિ પર આધિપત્ય જમાવાનું સપનું વર્ષો પુરાણું છે. ઈ.સ 1900ના શરૂઆતના દસકાની આ તસવીર ધ્રાંગધ્રા સ્ટેટના ખજાનામાંથી લેવાઈ છે. સૌરાષ્ટ્રના રજવાડામાં રાજા-મહારાજા પરિવાર સાથે હાથી પર સવારી કરતા હતા.  રાજા-મહારાજાઓનો પરિવાર સહેલગાહ માણી શકે એ માટે હાથીની પાછળ બગી જોડવામાં આવતી હતી. માલવાહક સાધન તરીકે હાથીનો ઉપયોગ દક્ષિણ ભારતમાં વધારે જોવા મળતો હતો. પરંતુ આવી રીતે ગાડી જોડીને હાથીગાડીનું આ દૃશ્ય દુર્લભ છે.

રાજવી પરિવારો સિવાય લોકજીવનની ઝાંખી કરાવતી  તસવીરો 

 

1890 થી 1910 સુધીમાં સૌરાષ્ટ્રના અનેક રજવાડાંઓમાં અંગ્રેજોની હાજરીના કારણે ભારતના બીજા પ્રદેશ કરતાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફોટોગ્રાફીનું ચલણ વધારે હતું. જેતે સમયે રાજવી પરિવારો સિવાય લોકજીવનની ઝાંખી કરાવતી આવી અનેક તસવીરો પટારા કે ભંડકીયામાં જ પડી રહી છે. આવી તસવીરો બહાર આવે તો તે સમયગાળાની અનેક વાતો આપણે જાણી શકીઅે.

 

1900ના પ્રારંભની આ તસવીર ધ્રાંગધ્રા સ્ટેટના ખજાનામાંથી મળેલી છે

 

1900ના પ્રારંભની આ તસવીર ધ્રાંગધ્રા સ્ટેટના ખજાનામાંથી મળેલી છે. લગભગ 118 વર્ષ પૂર્વે પરિવહનના સાધન તરીકે બળદગાડાં ઉપરાંત હાથીનો પણ ઉપયોગ થતો હતો. ખાસ કરીને રાજા-મહારાજાઓ જંગલમાં શિકાર કરવા જાય ત્યારે હાથી પર સવારી કરતા હતા. એ પછી રાજવી પરિવારના સભ્યો સહેલગાહ માણી શકે તે માટે હાથી પાછળ બગી જોડવામાં આવતી હતી. પ્રાચીન સમયની આ દુર્લભ તસવીર વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે પ્રસિદ્ધ કરાઈ છે.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...