સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌચરના ઘટતા પ્રમાણને લઇને ઓબીસી એસસી એસટી એકતા મંચના નેજા નીચે માલધારી સમાજે ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો. કલેક્ટરને લેખીત આવેદન આપી રજૂઆત કરી કે ગુજરાત રાજ્યની રૂપાણી સરકારને ગાય માતા કરતા ઉધોગપતીઓને જીવાડવામાં વધુ રસ છે એટલે ગૌચરોની મફતના ભાવે લહાણી કરે છે. પરંતુ આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહિં આવે તો ગૌચર બચાવવા માટે આગામી સમયમાં એક હજાર ગાયો સાથે વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપી છે.
સુરેન્દ્રનગરમાં ગૌચર માટે માલધારી સમાજનાં ધરણા
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ ગૌચરની જમીનો પર દબાણો કરવાની ફરીયાદો ઉઠે છે. ત્યારે જિલ્લામાં કુલ 84,922 હેક્ટર ગૌચરની જમીન સામે હાલમાં માત્ર 37,601 હેક્ટર જ ગૌચર બચ્યું છે. કુલ 47,321 હેક્ટર ગૌચરની જમીનમાં ઘટાડો થતાં પશુપાલકોની હાલત કફોડ બની રહી છે. આથી ઓબીસી એસ એસટી એકતા મંચના નેજા નીચે જિલ્લાના માલધારીઓએ ગૌચર બચાવવા માટે શુક્રવારે કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદર્શન કરી અધિક કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આગળ વાંચો: જો ગૌચર ખુલ્લા નહી થાય તો 1 હજાર ગાયો સાથે વિધાનસભાનો ઘેરાવો કરાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.