• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર: મુંબઇ રહેતા મૂળ કચ્છના છ મિત્રોને નડ્યો અકસ્માત, 3નાં મોત | Surendranagar: Six Friends Of Original Kutch Accident, 3 Dead

સુરેન્દ્રનગર: મુંબઇ રહેતા મૂળ કચ્છના છ મિત્રોને નડ્યો અકસ્માત, 3નાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર, હળવદ: હળવદ – માળિયા હાઇવે પર રણજીતગઢ ગામ નજીક રવિવારે મોડી રાત્રે 3 વાગ્યે કપચી ભરેલી ટ્રક બાજુમાંથી ઓવરટેક કરી કાર પર પડતા ભાવેશ માવજીભાઇ પટેલ, પરેશ બાબુભાઇ પટેલ, પ્રકાશ કરશનભાઇ પટેલના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૂળ કચ્છના રાપર પંથકમાં રહેતા અને મુંબઇમાં સ્થાયી થયેલા મિત્રો કાર લઇને મુંબઇ જતા હતા. ત્યાં વચ્ચે અકસ્માત સર્જાતા અકાળે અવસાન થવાની ઘટના બનતા અરેરાટી વ્યાપી ગઇ છે.

 
અકસ્માતની ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાપરના સઇ ગામના વતની અને મુંબઇ રહેતા કલ્પેશભાઇ ગોઠીને સ્ટેશનરી તથા ઝેરોક્ષનો વ્યવસાય હતો. રાપર વ્યવહારીક કામ પૂર્ણ કરીને મિત્રો એક સાથે જ મુંબઇ પરત જવા માટે રાતના સમયે રાપરથી નીકળ્યા હતા. પરેશભાઇ બાબુલાલ પટેલ કાર ચલાવતા હતા. બાકીના મિત્રો રાતના સમયે મીઠી નિંદર કારમાં માણતા હતા. કાર રણજીતગઢ પાસેથી સડસડાટ પસાર થઇ રહી હતી. 
 
ત્યારે પરેશભાઇએ આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા માટે કાર ટ્રકની બાજુમાં લીધી હતી. બરોબર તે જ સમયે ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા કપચી ભરેલી વજનદાર ટ્રક ડિવાઇડર સાથે અથડાતા પલટી મારી બાજુમાં પસાર થતી કાર પર પડી હતી. આથી ટ્રક અને કપચી નીચે કારમાં બેઠેલા છ મીત્રો દબાઇ ગયા હતા. જે પૈકી ત્રણ વ્યકિતના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે અન્ય ત્રણ વ્યકિતને સામાન્ય ઇજા સાથે આબાદ બચાવ થયો હતો. આ બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો.
 
કપચીમાં પગ ન દબાયા તે બહાર નીકળી જતાં બચી ગયા 
 
આ જીવલેણ અકસ્માતમાં કપચી ભરેલી ટ્રક જ્યારે કાર પર પડી ત્યારે કારની અંદર પણ કપચી ઘૂસી ગઇ હતી. આથી તેમાં બેઠેલા લોકોના પગ પણ કપચીમાં દબાઇ ગયા હતા. જેમના પગ કપચીમાં દબાયા ન હતા. તે લોકો કારની બહાર નીકળી ગયા હતા આથી સદભાગ્યે તેમના જીવ બચી ગયા હતા. 
 
વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...