લખતરમાં ભાર વિનાનું ભણતર : આઠ કિલો વજનનું દફતર એક કિલોનું થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર: ભાર વિનાના ભણતરની મોટી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ વર્તમાન સમયે દફતરમાં રહેલા પુસ્તકોનો ભાર ઉચકવો તે નાના ભુલકાઓ માટે મુશ્કેલ બની રહ્યો છે. માતા પિતાથી લઇને શિક્ષણ જગત પણ દફતરના વધતા ભારની ચિંતા કરી રહ્યો છે. પરંતુ ખાસ કોઇ ઉપાય વિચારવામાં નથી આવતો ત્યારે લખતરની શાળામાં પ્રકરણ પ્રમાણે શિક્ષણ આપી બાળકોના દફતરનો વજન ઘટાડવાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

 

પ્રથમ ધોરણમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને પાંચ જેટલા વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે.


પ્રથમ ધોરણમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને પાંચ જેટલા વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે. અને આથી તેના દફતરમાં પાંચ પુસ્તકોની સાથે કંપાસ, નાસ્તો, રફબૂક સહિતનો સામાન ફરજીયાત હોય છે. ત્યારે લખતરની એ. વી. ઓઝા સંસ્કાર વિદ્યાલયના શિક્ષક ડો.એ.વી.ત્રીવેદીએ વજનની પ્રાથમિક ચકાસણી કરી તો અંદાજે 8 કિલો જેટલુ વજન થયુ હતુ. આ વજન કેવી રીતે ઘટે તેના માટે તેમણે મનોમંથન કરીને પ્રકરણ પ્રમાણે શિક્ષણ આપવાનો પ્રયોગ પોતાની શાળામાં કર્યા છે.

 

વિદ્યાર્થીઓ અલગ અલગ પુસ્તક આપવા મુશ્કેલ છે. 

 

જેમાં બાળકના દફતરનું વજન 8 કિલોથી ઘટાડીને 1 કિલો કરવામાં સફળ રહ્યા છે. આ માટે તેમણે સૌપ્રથમ પાંચ વિદ્યાર્થીઓ ઉપર પ્રયોગ કર્યો છે. જેમને પ્રકરણ પ્રમાણે અભ્યાસક્રમ મુજબના પ્રકરણના પુસ્તકો જ દફતરમાં લાવે છે. આ બાબતે ડો.ત્રીવેદીએ જણાવ્યુ કે, હાલ તો આ પ્રયોગમાં શિક્ષણ આપવામાં કોઇ મુશ્કેલી પડતી નથી. પરંતુ તેમ છતા કલાસના તમામ વિદ્યાર્થીઓ અલગ અલગ પુસ્તક આપવા મુશ્કેલ છે. 

 

જુના પુસ્તકો લઇને પ્રકરણ પ્રમાણે અલગ કર્યા


નાના બાળકોના દફતરમાં રહેલા પુસ્તકોનો ખુબ જ ભાર હોય છે. આ ભાર ઓછો કરવા માટે સૌ પ્રથમ દરેક વિષયના જુના પુસ્તકો લીધા અને તેને પ્રકરણ પ્રમાણે અલગ અલગ કર્યા. જેથી દળદાર પુસ્તક હતુ તેની જગ્યાએ ખૂબ જ નાનુ પુસ્તક થઇ ગયુ. અને તે પ્રકરણ પ્રમાણેનું પુસ્તક લઇને જ વિદ્યાર્થીએ સ્કુલે આવવાનું આયોજન કર્યુ.


શું છે પ્રકરણ પદ્ધતિ ?


સરકાર દ્વારા વર્તમાન સમયે પ્રકરણ પધ્ધતી અપનાવીને બે સેમેસ્ટરમાં પરિક્ષા લેવાનો આદેશ આપ્યો છે. અને આથી જ શાળાઓમાં દરેક વિષયનું શિક્ષણ નકકી કરેલા પ્રકરણો પ્રમાણે આપવામાં આવે છે. પરંતુ દરેક વિષયનું પુસ્તક એ આખા સેમેસ્ટરનું હોય છે. આથી તેનો વજન વધી જાય છે.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
અન્ય સમાચારો પણ છે...