Home » Saurashtra » Latest News » Surendranagar » ઇંગ્લેન્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીનો વિદ્યાર્થી વડગામના ખેડૂતની શોધથી પ્રભાવિત | Student of England Cambridge University impressed by the invention of Vadagam farmer

Cambridge યુનિ.નો વિદ્યાર્થી ગુજરાતના ખેડૂતની શોધથી પ્રભાવિત

Divyabhaskar.com | Updated - May 28, 2018, 02:24 AM

ખેડૂતે મશીનની શોધ કરી જેનાથી 1 કલાકમાં 3 વીઘામાં 45 મણ કાલા વીણી શકાય

  • ઇંગ્લેન્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીનો વિદ્યાર્થી વડગામના ખેડૂતની શોધથી પ્રભાવિત | Student of England Cambridge University impressed by the invention of Vadagam farmer
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એરવાડાના ખેડૂતની મુલાકાત લઇ કૃષિ ક્ષેત્રે કરેલી ક્રાંતિકારી શોધની જાણકારી મેળવી હતી

    પાટડી: પાટડી તાલુકાના એરવાડા ગામના અને માત્ર 12 ચોપડી ભણેલા પ્રગતિશીલ ખેડૂત નટુભાઇ વઢેરે પોતાની 18 વર્ષની રાત-દિવસની મહેનત બાદ ટ્રેક્ટર પર કાલા વિણવાના મશીનની ક્રાન્તિકારી શોધ કરી છે. આ ક્રાંતિકારી શોધથી એક કલાકમાં 3 વીઘાની જમીનમાં 45 મણથી વધુ કાલા વીણી શકાય છે. હાલમાં કાલા વિણવાની મજૂરી પ્રતિ મણ સરેરાશ રૂ.60 જેટલી થાય છે. નટુભાઇએ બનાવેલા આ મશીન દ્વારા અડધા લિટર ડિઝલ દ્વારા 45 મણ કાલા વીણી શકાય છે. એરવાડાના ખેડૂતની કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી શોધથી પ્રભાવિત થઇને છેક ઇંગ્લેન્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને મૂળ બ્રાઝિલના પૌલો સાવગેટે રવિવારે એરવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત નટુભાઇ વઢેરની મુલાકાત લીધી હતી.


    સાહસિક ખેડૂતનો આર્ટિકલ બીબીસી લંડનમાં છપાશે
    ઇંગ્લેન્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી પૌલો સાવગેટે એરવાડાના ખેડૂત નટુભાઇ વઢેર પર એક આખો આર્ટિકલ તૈયાર કરી આગામી દિવસોમાં આ આર્ટિકલ બીબીસી લંડન ન્યૂઝમાં સવિસ્તાર છપાશે એમ જણાવ્યું હતુ.


    આગળ વાંચો: આ સાહસિક ખેડૂતની અન્ય શોધો

  • ઇંગ્લેન્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીનો વિદ્યાર્થી વડગામના ખેડૂતની શોધથી પ્રભાવિત | Student of England Cambridge University impressed by the invention of Vadagam farmer
    સાહસિક ખેડૂતનો આર્ટિકલ બીબીસી લંડનમાં છપાશે

    આ સાહસિક ખેડૂતની અન્ય શોધો
    માત્ર 12 ચોપડી પાસ એરવાડાના નટુભાઇ વઢેરે ખેતીમાં કાલા વિણવાના મશીન સાથે 1993માં ઓટોમેટિક ઓરણી, ડોયણા પુરવાનું મશીન અને મોટર સાયકલ પર દવા છાંટવાના પંપની ક્રાંતિકારી શોધ કરી અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધ્યોં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ