લખતરના રાજવી પરિવારની હવેલીમાંથી 379 વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ ચોરાઇ

હવેલીમાંથી અન્ય 10 મૂર્તિ, સોના-ચાંદીનાં વાસણો સહિત રૂ. 40 લાખની મત્તાની ચોરી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 10:20 AM
રાધાકૃષ્ણની જે પૌરાણિક મૂર્તિની ચોરી થઈ તે મૂર્તિનાં પેઈન્ટિંગની તસ્વીર
રાધાકૃષ્ણની જે પૌરાણિક મૂર્તિની ચોરી થઈ તે મૂર્તિનાં પેઈન્ટિંગની તસ્વીર

સુરેન્દ્રનગર, લખતર: લખતર રાજવી પરિવારનાં મહેલનાં કંમ્પાઉન્ડમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી 379 વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ સહિત રૂ. 40 લાખના સોના-ચાંદીના વાસણો સહિતનો સામાન ચોરાતા ખળભળાટ મચી ગયો છે. સવારે પૂજા અર્ચના કરવા માટે રાજવી પરિવારના સભ્યો ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. અતિ પૌરાણિક અને એન્ટિક મૂર્તિ તથા વસ્તુની ચોરી થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર સ્ટેટનાં રાજમહેલમાં રણછોડરાયજીની હવેલી આવેલી છે. જ્યાં રાધાકૃષ્ણ દેવની સાથે અન્ય દેવીદેવતાઓની મૂર્તિની પરંપરાગત રાજવી પરિવાર પૂજા અર્ચના કરે છે.

જાણભેદુ હોવાની શક્યતા : તસ્કરે ચાવી લઇ બે રૂમનાં તાળાં ખોલી કામને અંજામ આપ્યો

બુધવારની રાત્રે તસ્કરોએ બારણાનું તાળુ તોડી અંદર પેટીમાં રાખેલી ચાવીનો જુડો લઇને એક પછી એક તાળા ખોલી મંદિરમાં રાખેલી 379 વર્ષ જૂની રાધાકૃષ્ણની પંચ ધાતુની મૂર્તિની સાથે રઘુનાથજી, જમુનાજી, ઠાકોરજી સહિતની મૂર્તિ તથા તેમને ભોજન કરાવવા માટે સોના ચાંદીના વાસણો, સોનાની કંકાવટી, સોનાનો દડો સહિત સોના ચાંદીની 31 વસ્તુ મળીને કુલ રૂ. 40 લાખના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. આ ઘટના અંગે રાજવી પરિવારના હરપાલસિંહ ઉર્ફે હેપીદાદા ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરીયાદ નોંધાવી છે. બનાવની જાણ થતા જિલ્લા પોલીસવડા મન્નિદરસિંહ પવાર પોલીસ કાફલા સાથે દોડી પહોંચ્યા હતા. તસ્કરોનું પગેરૂ દબાવવા માટે ડોગસ્કવોડની મદદ લીધી હતી, પરંતુ હવેલીથી નીકળ્યા બાદ ડોગ લખતરના ગઢ સુધી આવીને અટકી ગયો હતો. પ્રાચીન મૂર્તિ ઓ સાથે એન્ટિકપીસની ચોરી થતાં જિલ્લાનું પોલીસતંત્ર દોડતુ થઇ ગયુ છે.

રણછોડરાયે સ્વપ્નમાં મૂર્તિ સ્થાપવા કહ્યું

1639માં વજેરાજજીએ લખતરનું સુકાન સંભાળ્યુ હતું. તેઓ રાજસ્થાનના ડુંગરપુરના ભાણેજ હતા. મોસાળ ડુંગરપુરમાં બિરાજતા રણછોડરાયજીએ સ્વપ્નમાં આવી પોતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનું કહ્યુ હતું. આથી 1639માં આ રાધાકૃષ્ણની પંચધાતુની મૂર્તિની તેઓએ સ્થાપના કરી હતી અને રાજપરિવાર ત્યારથી શ્રધ્ધા સાથે રાધાકૃષ્ણની મૂર્તિની પૂજા-અર્ચના કરતા હતા.

પૂજા કરવા ગયા ત્યારે દરવાજા ખૂલ્લા હતા અને મૂર્તિ ગાયબ હતી

હું અને રૂક્ષ્મણીબા વહેલી સવારે હવેલીએ નિત્યક્રમ મુજબ દર્શન કરવા માટે ગયા ત્યારે મંદિરમાં પહોંચ્યા તો દરવાજા ખૂલ્લા હતા અને રાધાકૃષ્ણ સહિત બીજી મૂર્તિઓ ન જોતા પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી. - દુર્ગેશ્વરીબા આર.ઝાલા, રાજવી પરિવારના સભ્ય

જાણભેદુ હોવાનું જણાય છે

ચોરીની ઘટનાનું મહત્વ સમજી અમે તપાસ ચાલુ કરી દીધી છે, પરંતુ હવેલીના મુખ્ય દરવાજાનું તાળુ તોડી પેટીમાંથી ચાવી લઇને બાકીના દરવાજા ખોલ્યા છે. જે જોતાં કોઇ જાણભેદુએ ચોરી કરી હોવાનું જણાય છે. - એમ.કે.ઇસરાની, લખતર પીએસઆઈ

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

વેરવિખેર વસ્તુ
વેરવિખેર વસ્તુ
આ બારણું ખોલી તસ્કરો અંદર ગયા હતા
આ બારણું ખોલી તસ્કરો અંદર ગયા હતા
X
રાધાકૃષ્ણની જે પૌરાણિક મૂર્તિની ચોરી થઈ તે મૂર્તિનાં પેઈન્ટિંગની તસ્વીરરાધાકૃષ્ણની જે પૌરાણિક મૂર્તિની ચોરી થઈ તે મૂર્તિનાં પેઈન્ટિંગની તસ્વીર
વેરવિખેર વસ્તુવેરવિખેર વસ્તુ
આ બારણું ખોલી તસ્કરો અંદર ગયા હતાઆ બારણું ખોલી તસ્કરો અંદર ગયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App