લીંબડી: લીંબડી તાલુકાના પાંદરી ગામના ધરતીપુત્ર દેવરાજભાઈ જીવરાજભાઈ ભાલાળાએ 6 ધોરણ સુધી ભણી અભ્યાસ છોડી 13 વર્ષની ઉંમરે ખેતીને વ્યવસાય બનાવ્યો. લીંબડી-બોટાદ સ્ટેટ હાઈવે પર પાંદરી અને કારોલ ગામ વચ્ચે રોડ પાસે દેવરાજભાઈ પટેલની 3 એકર જમીનમાં લાલજામફળનું વાવેતર કરાયુ છે. જેમાં 12 ફૂટના અંતરે અને 216ની ગાળીએ 750 છોડ અંજીયલ જાતના લાલ જામફળના છોડને ખાડાઓ કરી વાવેતર કરાયુ હતું.
જેમાં દરેક ખાડામાં 5 કિલોગ્રામ છાંણીયુ ખાતર નાંખીને 25 નવેમ્બર 2015 ના રોજ સોપવામાં આવ્યા હતા. જેમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના કે દવાઓના છંટકાવ કર્યા વિના ઓર્ગેનિક રીતે જામફળના છોડનો ઉછેરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતા જામફળનો મોટાભાગનો ફાલ ખરી ગયો હતો. પરંતુ બચી ગયેલા ફાલ માંથી પણ 300 ગ્રામથી વધુનું જામફળ આવે છે.
બે જામફળના સાહ વચ્ચે 216 ની ગાળી હોવાને કારણે રઈ, તલ, મગફળી વિગેરે રોકડીયા પાક પણ લઈ શકાય છે. ગત સીઝનમાં તેઓએ મગફળીનું વાવેતર કરી 75 મણ મગફળીનું ઉત્પાદન થયું હતું અને હાલમાં પણ બીજીવાર મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ છે. આ અંગે દેવરાજભાઈ ભાલાળાએ જણાવ્યું કે વર્ષ 2016-17 ના ઉનાળામાં નર્મદા કેનાલમાં પાણી છોડવાનું બંધ થતા હું અને મારા બે પુત્રો મેહુલ અને મહેશ પાંદરી ગામમાં મારા મિત્રોના જે ઘરોમાં ગાય રાખે છે.
વધુ તસવીરો અને માહિતી જોવો આગળની સ્લાઇડ્સમાં
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.