ધ્રાંગધ્રા, પાટડી, ચોટીલામાં મેઘમહેર : અન્યત્ર કોરુ ધાકોડ

ધ્રાંગધ્રામાં 66 અને પાટડીમાં 63 મી.મી. વરસાદ: ચૂડા, થાન, લીંબડી પંથકમાં વરસાદની વાટ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:19 AM
Rain in Dhrangadhra, Patdi, Chottila;

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં અપૂરતા વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ બાદ બુધવારે રાત્રે પાટડી અને ધ્રાંગધ્રામાં મેઘરાજાએ મહેર કરી હતી. જયારે ગુરૂવારે ચોટીલામાં વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ બુધવારે મોડી રાત્રે હળવા વરસાદી ઝાપટા પડયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં રાત્રે 12 કલાક પછી એકાએક હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતા જ સુરેન્દ્રનગર અને વઢવાણમાં લાઇટની આવનજાવન શરૂ થઇ ગઇ હતી. જયારે મુખ્યમંત્રીનું આગમન શહેરમાં હોવાથી રાતના સમયે પાલીકા દ્વારા ચાલતા સફાઇ અને રોડ બનાવવાના કામ થોડી વાર રોકી રાખવા પડયા હતા. હળવા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે જિલ્લાના ચૂડા, થાન, લીંબડી, મૂળી અને સાયલામાં વરસાદના કોઇ વાવડ નથી.

લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ ઝાલાવાડના અમુક ભાગમાં મેઘકૃપા

પાટડી : પાટડીમાં બુધવારે રાત્રે 63 મી.મી. વરસાદ ખાબકતા મોસમનો કુલ વરસાદ સાડા 161 મી.મી.એ પહોંચ્યો છે. વરસાદના કારણે બાજપાઇ નગરમાં આવેલી આંગણવાડીની અંદર અને બહાર વરસાદી પાણી ભરાઇ જતા નાના ભુલકાઓને પાણીમાંથી પસાર થઇને આંગણવાડીમાં જવાની નોબત આવી હતી. જ્યારે પાટડી સરકારી ક્વાર્ટર્સમાં પણ વરસાદી પાણી ભરાઇ જતા પાટડી નગરપાલિકા દ્વારા જેસીબી સહિતના સાધનો વડે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરાઇ હતી. વરસાદના લીધે ગાયત્રી મંદિરની સામે મેદાનમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે.

ધ્રાંગધ્રા : બુધવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ પવન સાથે મોડી રાત્રે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. બે થી અઢી ઇંચ વાવણી લાયક વરસાદ પડતા કપાસ, મગફળી, જુવાર, તલ, શાકભાજી સહિતના પાકને ફાયદો થતા ખેડુતોને થોડી રાહત થઇ છે.

ચોટીલા : ગુરૂવારે બપોરનાં બફારા વચ્ચે 20 મીનીટ જેટલા સમય માટે વરસાદી ઝાપટુ પડ્યુ. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

X
Rain in Dhrangadhra, Patdi, Chottila;
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App