હળવદ ડબલ મર્ડર: વાડીએ સાથે કામ કરતા-કરતા કાકી-ભત્રીજા વચ્ચે ખીલ્યા હતા પ્રેમના ફુલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર, હળવદ: માનસરમાં સુંવાળા સબંધમાંકાકા અને માજીની હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે પત્ની હીરાબેન વશરામભાઇ કુરીયા અને ભત્રીજા દિનેશ ઉફે દીપો મનજીભાઇને માનસરમાંથી જ પકડી લીધા હતા. બન્નેની પોલીસે આગવી ઢબે કરેલી પૂછપરછમાં ડબલ મર્ડર કેસની કડીબધ્ધ વિગતો જણાવી હતી. જેમાં પત્ની અને ભત્રીજાને વશરામભાઇ જોઇ જતાની સાથે પત્ની દોડીને આરોપી દિનેશના ઘેર જતી રહી હતી.

 

તમે જ બન્નેએ મારા દિકરાને મારી નાંખ્યો છે

 

બાદમાં કાકા અને ભત્રીજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ જેમાં ભત્રીજાએ કાકાના માથામાં ધોકાના ઘા ઝીંકી લોથ ઢાળી દીધી હતી. બાદમાં પ્રેમીકા એવી કાકીને પણ પોતે કાકાની હત્યા કરી છે તેની ગંધ ન આવે તે માટે ભત્રીજો પ્રેમીકા કાકી પાસે પણ ખોટુ બોલ્યો હતો. જયાં બન્ને વચ્ચે કાકાને મારી નાંખવા બાબતે બોલાચાલી થઇ હતી. આ વાત હીરાબેનના સાસુ લાભુબેન સાંભળી ગયા હતા. આથી લાભુબેને બન્નેને કીધુ કે, કાળા કામ કરનાર તમે જ બન્નેએ મારા દિકરાને મારી નાંખ્યો છે.

 

બન્નેના અસ્થી લઇ તપાસનો ધમધમાટ શરૂ 

 

હું પોલીસ પાસે જઇશ. આથી હત્યાની કોઇને જાણ ન થાય તે માટે લાભુબેનને પણ ગળુ દબાવીને મારી નાંખ્યા હતા. બાદમાં માનસરમાં જ રહેતા તેના મામાના દિકરા પાસે પણ બન્ને ખોટુ બોલ્યા કે, વશરામકાકા અને લાભુમાજી સ્કૂટર પર જતા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં બન્નેના મોત થયા છે. તમારી ગાડી લેતા આવો બન્નેને અગ્નીસંસ્કાર માટે વતન કોપરણી લઇ જવાના છે. આથે તેની ગાડીમાં કોપરણી લઇ જઇને બન્નેના અગ્નીસંસ્કાર પણ કરી નાંખ્યા હતા. પોલીસે કોપરણી જઇને અગ્નીસંસ્કાર કર્યો હતો ત્યાંથી બન્નેના અસ્થી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

તારા કાકા પડી નથી ગયા તે મારી નાંખ્યા છે : બંને પ્રેમી પણ ઝઘડી પડ્યા

 

^કાકાની લોથ ઢાળીને ભેજાબાજ ભત્રીજો કાકી પાસે દોડી ગયો હતો. કાકી (પ્રેમીકા)ને પણ હત્યાની જાણ ન થાય તે માટે ખોટુ બોલી એવુ કીધુ કે કાકાને ચક્કર આવ્યાને પડી ગયા છે. પ્રેમીકા કાકીના એકદમ તેવર બદલાયાને  ભત્રીજાને કીધુ તારા કાકા પડી નથી ગયા તે જ   મારી નાંખ્યા છે. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

 

બધા વાડીએ જતાં બંનેને મોકળુ મેદાન મળતું

 

વાડીએ સાથે કામ કરતા–કરતા કાકી અને ભત્રીજો એક બીજાના અત્યંત નજીક આવી ગયા હતા. તમામ મર્યાદાઓ ભૂલી રહેતા બન્નેને ઘરના સભ્યો વાડીએ કામ કરવા જતા ત્યારે મોકળુ મેદાન મળી જતું હતું.

 

કેસમાં બન્નેના અસ્થી મહત્વનો પુરાવો

 

આ કેસને પુરવાર કરવા માટે પોલીસે પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મૃતક માં અને દિકરાના અસ્થી મહત્વના પુરવાર થશે. અસ્થી એફએસએલમાં મોકલી આપ્યા છે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો...  હું પોલીસને કહીશ એટલે માજીનું ગળું દબાવી દીધું​

અન્ય સમાચારો પણ છે...