• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • હાર્દિક પટેલની આગેવાનીમાં સુ.નગરમાં પાટીદાર ન્યાય મહાપંચાયત | Patidar Justice Mahapanchayat In Surendranagar

હાર્દિક પટેલની આગેવાનીમાં સુ.નગરમાં પાટીદાર ન્યાય મહાપંચાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર:. હાર્દિક પટેલ દ્વારા મોટી માલવણમાં જય સરદારના જય ધોષ કરાવી સભાનું સંબોધન કરવામાં આવ્યું હતું. ભાજપ અને કોગ્રેસ બંન્નેના ચૂંટાયેલા પાટીદાર સમાજના ઘારાસભ્યોને આમંત્રણ આપવા છતા માત્ર કોગ્રેસના જ નેતાઓએ હાજરી આપી હતી. આપણી લડાઇ ગરીબ ખેડૂતના દિકરાને સારુ શિક્ષણ મળે અને સારી નોકરી         મળે તે માટે આ આંદોલન કરવામાં આવ્યું છે. આંદોલનનો વિરોધ કરવા વાળા લોકો સરકાર પાસેથી રૂપિયા લઇને બેસી ગયા છે. આ આંદોલન હાર્દિક કરતો હોત તો ક્યારનું પણ પુરૂ થઇ ગયું હોત. આંદોલન તો ગુજરાતના 2 કરોડ પટેલો કરી રહ્યા છે. આ મહાપંચાયત મારાથી જુદા થયેલા લોકોને હું આવકારું છું અને બેસીને સમજીએ, મને ડબલ ઢોલકી કરતા નથી આવડતી. જો સમાજનો સાથ હશે. તો હુ ગુડ્ડાઓ અને લુખ્ખાઓની સામે લડવા માટે તૈયાર છું. 

 

વિપક્ષના નેતા ઘાનાણી પટેલના પેટના હોત આજે મંચ પર હાજર રહ્યા હોત 


અનામતનો લાભ કેરોસીન કે ઘઉં લેવા માટે નથી માંગતા અમે કોઇ સરકાર માટે ભીખ નથી માંગતા અમારે નોકરી અને શિક્ષણમાં જ અનામત જોઇએ છે. અત્યારે સમાજની પરિસ્થિતીની વાત કરીએ તો નોકરી નહિં તો છોકરી નહિ જેવી પરિસ્થિતી ઉભી થઇ છે. કોગ્રેસના 17 પટેલ ધારાસભ્યોમાંથી 12 જ ધારાસભ્યો અહિ હાજર છે. તો વિપક્ષના નેતા ધાનાણી ક્યાં ગયા. ધાનાણી જો ખરા પટેલના દિકરા હોય તો, આજે આ ન્યાયમંચ પર આવ્યા હોત. ખેડૂત જ્યારે ખેતી કરે છે. ત્યારે અન્નદાતા અને આંદોલન કરે તો ક્રોગ્રેસીયા આ કેવી સરકાર છે. કોઇ નેતા ખરાબ નથી આપણે ખરાબ છીએ જે આવા લુખ્ખાઓને ચૂંટીને ધારાસભ્યો બનાવ્યા હતા.

 

 

વાઘાણીની માતા અંગે ઠુમ્મર અેલફેલ બોલ્યા
કોંગી ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જીતુ વાઘાણીના માતા પાટીદાર નહીં હોય તેવું  બોલતા સભામાં સોંપો પડી ગયો હતો.


કોંગ્રેસની માનસિકતા વિકૃત છે : જીતુ વાઘાણી
વિરજી ઠુમ્મરના નિવેદન અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, આવા નિવેદનથી કોંગ્રેસની માનસિકતા સામે આવી છે. કોંગ્રેસની વિકૃત માનસિકતા છે. 

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, શાહને અમિતીયો અને PMને ફેકું અને હિટલરલ કહ્યું.....