ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Surendranagar» Patadi youth established GPCC to help Gujarati people in Canada

  પાટડીના યુવાને કેનેડામાં ગુજરાતીઓની મદદ માટે જીપીસીસીની સ્થાપના કરી

  Bhaskar News, Patdi | Last Modified - Mar 25, 2018, 11:08 PM IST

  બિનનિવાસી ગુજરાતીઓની મદદ તથા ધીરાણ પણ આપશે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   પાટડી: પાટડીના ખેડૂત પુત્ર હાલમાં કેનેડામાં ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ (જીપીસીસી)ની સ્થાપના કરીને કેનેડામાં તમામ બિન નિવાસી ગુજરાતીઓ એનઆરજીને મદદ કરવાનો છે. હાલમાં પાટડીનો આ યુવાન ઇન્ડો કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ (આઇસીસીસી)નો વાઇસ પ્રેસીડેન્ટ છે. કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટુડેઉની જાન્યુઆરીમાં ભારતની મુલાકાત સમયે પાટડીના ખેડૂત પુત્ર નરેશ ચાવડાએ કેનેડાના 65 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યુ હતું. ઇન્ડો કેનેડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ (આઇસીસીસી)ના વાઇસ પ્રેસિડેન્ટ નરેશ ચાવડાએ કેનેડામાં ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલની સ્થાપના કરી હતી.

   જેનો મુખ્ય હેતુ કેનેડામાં તમામ બિન નિવાસી ગુજરાતીઓ (એઆરજી)ને મદદની સાથે ધિરાણ આપવા અને નવા વસાહતીઓની મદદ કરવાનો છે. પાટડીના યુવાને ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ અને “કમિશનર ઓફ ઓથ-ઓન્ટરિઓ” તરીકે તે માત્ર 2 થી 3 ગુજરાતીઓ પૈકીનો એક છે જે જેણે આ ટાઇટલ મેળવ્યું છે. પાટડીમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ નરેશ ચાવડાએ 1999માં અમદાવાદ એલડી એન્જિનિયરીંગ કોલેજમાંથી ટેક્સટાઇલ એન્જિનિયરીંગ પૂર્ણ કર્યુ હતુ.

   બાદમાં કાયદાનો અભ્યાસ કરી ગુજરાત લો સોસાયટીમાંથી કાયદામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યાં બાદ એમ.બી.એ., એલ.એલ.એમ. અને પીજીડીએચઆરએમ ડીગ્રી સાથે નરેશ ચાવડા 2004માં કેનેડા સ્થાયી થયા છે. તા. 15 એપ્રિલ, 2015 ના રોજ રિકોહમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીની ઇવેન્ટની સફળતા માટે કેનેડાના સાંસ્કૃતિકવાદના મંત્રી જેસન કેની દ્વારા નરેશ ચાવડાને પ્રશંસા પત્ર અપાયો હતો.

   વધુ તસવીરો માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Patadi youth established GPCC to help Gujarati people in Canada
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  Top
  `