સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 1 હજારથી વધુ ઘરેલુ હિંસાના કેસો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ કોર્ટોમાં પેનલ વકીલોની નિમણૂંક કરાઇ છે. જેમાં તા. 16 થી 20 જાન્યુઆરી દરમિયાન વકીલોના પ્રથમ તબક્કાના ટ્રેનીંગ સેમીનારનું આયોજન કરાયુ છે. આ સેમીનારમાં શુક્રવારે ઘરેલુ હિંસા પર યોજાયેલા સેશનમાં જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 1 હજારથી વધુ ઘરેલુ હિંસાના કેસો ધ્યાને આવ્યા હોવાનું જણાવાયુ હતુ.

 

પેનલ વકીલોના પ્રથમ તબક્કાના ટ્રેનિંગ સેમિનાર દરમિયાન બહાર આવેલી વિગતો


મહિલાઓ, બાળકો, વૃધ્ધો, કામદારો, કેદીઓને મફત કાનૂની સહાય મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાની ડિસ્ટ્રીકટ, સીવીલ, તાલુકા, ફેમીલી, લેબર કોર્ટમાં 75 વકીલોની નિમણૂંક કરાઇ છે. જેમાંથી 38 પેનલ વકીલોના ટ્રેનીંગ સેમીનારનું પ્રથમ તબક્કાનું આયોજન તા. 16 થી 20 જાન્યુઆરી દરમિયાન ચીફ કોર્ટના કોન્ફરન્સ રૂમમાં કરાયુ છે. આ પેનલ વકીલોને ડીસ્ટ્રીકટ જજ આઇ.ડી.પટેલ, આર.કે.પંડયા, એન.બી.પટેલ, એચ.બી.પાનેરી, કે.આર.પંડયા, એસ.પી.દુલેરા, એચ.એમ.પવાર, એમ.પી.સભાણી સહિતનાઓ દ્વારા

 

 

 

ક્રીમીનલ, સીવીલ, જુવેનાઇલ જસ્ટીસ, વાહન અકસ્માત કલેઇમ, મહિલાઓને લગતા કાયદા, કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, બાળકોને લગતા કાયદા, મજૂર કાયદા વિશે માહિતી આપવામાં આવી રહી છે. આ સેમીનાર દરમિયાન શુક્રવારના રોજ પ્રોટેકશન ઓફ વીમેન ફ્રોમ ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ 2005 અંતર્ગત વકીલોને પ્રોટેકશન ઓફિસર હિનાબેન ચૌધરી દ્વારા માહિતી અપાઇ હતી. જેમાં એકટમાં આવતી વિવિધ 37 કલમોમાં મહિલાઓને રક્ષણ, વળતર, હક્કો વિશે વકીલોને સમજણ અપાઇ હતી. જયારે જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 1 હજારથી વધુ ઘરેલુ હિંસાના કેસો ધ્યાને આવ્યા હોવાનું પ્રોટેકશન ઓફિસરે જણાવ્યુ હતુ.
 

અન્ય સમાચારો પણ છે...