Home » Saurashtra » Latest News » Surendranagar » Limbadima CE Samvat 1785 excavations found paliyao mythology, Sanskrit text

લીંબડીમા ખોદકામમાં સંવત 1785ની સાલના પૌરાણિક પાળીયાઓ મળ્યા, સંસ્કૃત ભાષામાં છે લખાણ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:19 AM

પંચમુખી હનુમાનજી મંદિરના નિર્માણનું કાર્ય દરમિયાન, આ ખાંભીઓ સંવત 1785ની હોવાનું અનુમાન

  • Limbadima CE Samvat 1785 excavations found paliyao mythology, Sanskrit text
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    લીંબડી: લીંબડીના શિયાણી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમમાં મંદિરના નિર્માણનું કાર્ય હાથ ધરાયું હતું. તળાવની પાળે ખોદકામ કરતા પાંચ પૌરાણિક પાળીયાઓ સવંત 1785 સાલના મળી આવ્યા હતા. આ ખાંભીઓ નીચે સંસ્કૃત ભાષામાં લખાણ કરાયુ છે. ત્યારે લોકોમાં આ ખાંભીઓ કોની હશે અને શું લખાણ લખાયું છે તે જાણવાની ઉત્સુકતા જોવા મળી રહી છે. લીંબડીના શિયાણી ગામે તળાવ પાસે આવેલું પૌરાણિક પંચમુખી હનુમાનજી મંદિર અને શિવાલય આવેલા છે.

    હનુમાનજી મંદિરનું બાંધકામને ઘણા વર્ષો થઈ ગયા હોવાથી નિર્માણનું કાર્ય હાથ ધરાયું હતું. આ તળાવની પાળે ખોદકામ કરતા સવંત 1785 સાલની પાંચ પૌરાણિક ખાંભીઓ નીકળી હતી. ખોદકામ દરમિયાન વર્ષો જુના પાળીયાઓ મળવાની ખબર લોકોને જેમ જેમ પડી રહી છે. તેમ તેમ ખાંભીઓ જોવા માટે લોકોની ભીડ જામી રહી છે. ખાંભી નીચે સંસ્કૃત ભાષામાં લખાણ કરાયુ હોય તેવું લાગી રહ્યું છે. શું લખાયું છે તે જાણવા માટે લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે.

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • Limbadima CE Samvat 1785 excavations found paliyao mythology, Sanskrit text
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Limbadima CE Samvat 1785 excavations found paliyao mythology, Sanskrit text
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ