તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર લોકડાયરામાં કિર્તીદાન અને માયાભાઇએ દેશભક્તિનાં ગીતોની કરી જમાવટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં યોજાનાર રાજય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત સોમવારના રોજ રાત્રે આનંદભુવનમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ હતુ. જેમાં કિર્તીદાન ગઢવીને દેશભકિતના ગીતોની રમઝટ અને માયાભાઇ આહીરે પેટ પકડીને લોકોને મોડી રાત સુધી હસાવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 72મા સ્વતંત્રતા દિવસની રાજય કક્ષાની ઉજવણી અંતર્ગત તા. 6થી વિવીધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

 

તા. 13ના રોજ રાત્રે આનંદ ભુવન ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ દેશભકિતના ગીતોની રમઝટ બોલાવી હતી.  જયારે માયાભાઇ આહીરે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. ટોળીયા પરિવાર દ્વારા આયોજીત આ કાર્યક્રમે મોડી રાત સુધી લોકોને જકડી રાખ્યા હતા. આ પ્રસંગે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, પાલીકા પ્રમુખ વીપીનભાઇ ટોળીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, યોગેશદાન બોક્ષા સહિતનાઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઇ ટોળીયા સહિત ટોળીયા પરિવારે તૈયારીઓ કરી હતી. સુરેન્દ્રનગરમાં યોજાયેલા લોક ડાયરામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત નાગરિકોએ મોડી રાત સુધી માયાભાઇ આહીરના ડાયરાની મજા માણી હતી.