તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્યો ઝઘડે તો ગુનો નથી, સભા કરી તો ગુનો બને : હાર્દિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર ગામે થોડા મહિના પહેલા હાર્દિક પટેલની સભા યોજાઇ હતી. જેની તાલુકા પોલીસમાં ટીડીઓ દ્વારા જાહેર નામા ભંગની ફરીયાદ હાર્દિક પટેલની સામે નોંધવામા આવી હતી. ત્યારે આ કેસમાં તાલુકા પોલીસમાં હાર્દિક હાજર થતા 30 મીનીટમા જ જામીન મળ્યા હતા. ત્યારબાદ હાર્દિક પટેલે મીડીયા સાથે વાત કરતા જણાવ્યું કે વિધાનસભામાં ધારાસભ્યો એક બીજા પર હુમલા કરે તો કોઈ ગુનો કે ફરીયાદ નથી થતી. જ્યારે અમે અમારી વાત રજૂ કરવા સભા કરીએ તો ગુનેગાર થઇ જઈએ છીએ.    

 

વીઆઇપી ટ્રીટમેન્ટ સાથે હાર્દિક પટેલને પીઆઈની ચેમ્બરમાં બેસાડી જામીન અંગેની જરૂરી વીધી

 

ઉલ્લેખનીય છે કે,  ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર ગામે તા.12 જાન્યુઆરી 2018ના રોજ પાસની સભા યોજવામાં આવી હતી. આ સભાને હાર્દિક પટેલ દ્વારા સંબોધવામાં આવી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી કે.બી. ઝાલા દ્વારા જાહેરનામાના ભંગ અંગેની ફરીયાદ હાર્દિક પટેલની સામે નોંધવામા આવી હતી ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ગાડીઓના કાફલા સાથે બપોરના અગીયાર વાગ્યે હાર્દિક હાજર થતા પોલીસ દ્વારા વીઆઇપી ટ્રીટમેન્ટ સાથે હાર્દિક પટેલને પીઆઈની ચેમ્બરમાં બેસાડી જામીન અંગેની જરૂરી વીધી કરી,

 

 

 

ધ્રાંગધ્રા તાલુકાનાં મોટી માલવણના દેવજીભાઈ અમરશીભાઈ પટેલ દ્વારા પાંચ હજારના જામીન આપવામાં આવતા 11.30 મીનીટે તાલુકા પોલીસે જામીન આપતા પોતાના કાફલા સાથે રવાના થઇ ગયો  હતો.

 

વધુ માહિતી માટે આગળ વાંચો...  પોલીસ દ્વારા ચુસ્ત બદોબસ્ત 

 
અન્ય સમાચારો પણ છે...