જગવિખ્યાત તરણેતરના મેળાનો રંગેચંગે શુભારંભ, ગ્રામીણ ઓલેમ્પીક્સનું ઉદ્ઘાટન

Happy start of the world famous tarnetar fair of Surendranagar

DivyaBhaskar.com

Sep 12, 2018, 11:58 PM IST
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાન પંથકમાં આવેલા તરણેતર ખાતે ભાતીગળ સંસ્કૃતીને ઉજાગર કરતા વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો બુધવારથી શુભારંભ થયો છે. કેબીનેટ મંત્રી ગણપત વસાવા તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ત્રિનેશ્વર મહાદેવનું પૂજન કર્યા બાદ વિધિવત રીતે મેળાને ખુલ્લો મુક્યો હતો.મેળાને પ્રથમ દિવસે મેદાની રમતો સાથે વિવિધ કાર્યક્રમો બાદ આજ રાતથી મેળાની રંગત જામશે.

તરણેતરનો મેળો ગુજરાત જ નહીં પરંતુ ભારત અને વિદેશમાં પણ પ્રખ્યાત
થાનના તરણેતરમાં ભાદરવા સુદ ત્રીજથી યોજાતો તરણેતરનો મેળો સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત અને વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ ભાતીગળ મેળાને માણવા સૌરાષ્ટ્ર અને ગુજરાત સહીત વિદેશીઓ પણ આવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે તારીખ 12 સપ્ટેમ્બરને બુધવારના રોજ ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી ગણપત વસાવા, જિલ્લા કલેક્ટર કે.રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, દિલીપભાઇ પટેલ, વિજયભાઇ ભગત, પ્રતાપભાઇ ખાચર સહીતનાઓએ પરંપરા મુજબ પ્રથમ ત્રિનેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યા બાદ કેબીનેટ મંત્રીના હસ્તે મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો.
મેળાના પ્રથમ દિવસે ગ્રામીણ ઓલેમ્પીકસનું આયોજન કરવામાં આવ્યુ
જેમાં આદિજાતિ વિકાસ અને બાળકલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાને મોટી સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો મળ્યો છે અને તે પ્રાચીનકાળથી મેળાઓ સાથે જોડાઇને જળવાઇ રહી છે. મેળાની સાથે સાથે ગુજરાતના વિકાસને ઉજાગર કરતા પ્રદર્શન તેમજ આરોગ્ય અને પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પ્રદર્શનને પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મેળાના પ્રથમ દિવસે ગ્રામીણ ઓલેમ્પીકસનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ઼ જેમાં 100,800 અને 1500 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ત્રણ સ્થાને આવેલા વિજેતા ખેલાડઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આજના કાર્યક્રમ
- શિવ પૂજન અને ધ્વજારોહણ
- સંતો-મહંતો આશીવર્ચન પાઠવશે
- સ્ટેજ પ્રોગ્રામ
- રાત્રે લોકડાયરો
મેળામાં સુરક્ષા માટે 3 હજારથી વધુ પોલીસ
1 ડીએસપી
9 ડીવાયએસપી
20 પીઆઇ
150 પીએસઆઇ
2500 પોલીસ કોન્સ્ટેબલ
500 હોમગાર્ડ
500 જીઆરડી
3 કંપની એસઆરપી
X
Happy start of the world famous tarnetar fair of Surendranagar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી