થાનના ગુગલિયાળામાં ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી પકડાઇ : રૂ. 77.49 લાખની મતા જપ્ત

Duplicate ghee factory arrested in Thane's Google Gate: Rs. Seizure of 77.49 lakh seized
Bhaskar News

Bhaskar News

Jul 14, 2018, 11:42 PM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર એસઓજીએ ફૂડ વિભાગી સાથે થાનના ગુગલીયાળામાં દરોડા પાડી એક ફેક્ટરીમાંથી ડુપ્લીકેટ ઘીનું પેકીંગ કરી બજારમાં વેચતા હોવાનો પર્દાફાસ કર્યો છે. બનાવના સ્થળેથી ડુપ્લીકેટ ચોખુ ઘી બનાવવાની સામગ્રી સાથે કુલ રૂા. 77.49 લાખનો મુદ્દા માલ જપ્ત કરી ફુડ એન્ડ ડ્રગ વિભાગે ડુપ્લીકેટ ઘીના નમુના લઇ કાર્યવાહી હાથ ધરી હતી. થાન પંથકનાં ગુગલીયાળામાં ગોરખધંધો ચાલતો હોવાની પોલીસને શંકા ગઇ હતી. આથી એસઓજી ટીમે ખાગની રાહે તપાસ હાથ ધરી હતી.
જેમાં રાજેશભાઇ ભરતભાઇ ચાવડાની શિવ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર ભેળસેળ કરીને ઘી બનાવવામાં આવતુ હોવાની દાદુભાઇ જાડેજા તથા યોગેન્દ્રસિંહ ચુડાસમાને હકીકત મળી હતી. આથી ડીએસપી દિપકકુમાર મેઘાણીની સુચનાથી એસઓજી પીઆઇ એ.કે.વાળા, પીએસઆઇ એસ.બી.સોલંકીની ટીમે ફુડ વિભાગના જી.એક.પટેલને સાથે દરોડો પાડ્યો હતો. જ્યાંથી તૈયાર ઘી, માખણ, પામતેલ, મારગીન, બેરલ, ડબ્બા સહીત ઘી બનાવવાની સામગ્રી તથા સાધનો મળી કુલ રૂ. 77.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફુડ વિભાગે ઘી તથા બાકીની સામગ્રીનાં સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. ત્યાર બાદ પોલીસ તથા ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી કરાશે. દરોડામાં એસઓજીનાં આર.કે.પરમાર, ઘનશ્યામભાઇ, દાજીરાજસિંહ, ડાયાલાલ, મહિપાલસિંહ, રાજદિપસિંહ, હરદેવસિંહ, સંજયસિંહ જોડાયા હતા.
મઘરીખડાથી 10 દિવસ પહેલા જ ફેકટરી અહીયા ફેરવી હતી

શંકાસ્પદ ઘી બનાવવાની જે ફેકટરી પકડાઇ છે. તેમાં અંદાજે ચાર વર્ષથી તે આ ધંધો કરતો હતો. પહેલા ચોટીલાનાં મઘરીખડામાં તે ઘી બનાવતો હતો. કોઇ કારણોસર 10 દિવસ પહેલા અહીયા ધંધો ફેરવ્યો હતો. આરોપી સામે તપાસ ચાલુ છે. પુરાવાના આધારે તેની ઘરપકડ કરવામાં આવશે. - કે.એ.વાળા, પીઆઇ એસ.ઓ.જી.

X
Duplicate ghee factory arrested in Thane's Google Gate: Rs. Seizure of 77.49 lakh seized
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી