તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહીશોમાં ભય : બાળકચોર ગેંગની અફવાથી જિલ્લામાં ફફડાટ સુરેન્દ્રનગર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: રાજ્યમાં બાળકો ઉપાડી જનાર ગેંગ સક્રિય હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યા છે. જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શહેરોથી લઇને ગામડાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ માત્ર અફવા જ હોવાનું તંત્ર જણાવી ચૂકી છે. છતાં હજુ પણ લોકોના મનમાંથી ભય દૂર થતો નથી. સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં આવી ત્રણ ઘટના બની હતી. જેમાં થાનમાં એક યુવાનને લોકોએ માર માર્યો હતો. તો સાયલામાં મહિલાઓને બાળક ચોર ગેંગ સમજીને લોકોએ ઘેરાવ કર્યો હતો. તો સુરેન્દ્રનગરમાં મિત્ર સાથે રિક્ષામાં ગયેલા બાળકને કોઇ લઇ ગયુ હોય તેમ સમજીને દોડધામ મચી હતી. જોકે, પકડાયેલાં લોકો નિર્દોષ નિકળતા મામલો શાંત થયો હતો. લોકોના ડર અને ગુસ્સાનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. 

 

થાન : કાગળમાંથી કૃતિ બનાવતા યુવાનને લોકોએ માર્યો 

 

અમદાવાદના ઓઢવમાં આવેલી જીવનજ્યોત સોસાયટીમાં રહેતા પ્રદીપ રમેશભાઇ બારોટ શાળાઓમાં બાળકોને કાગળની કલા બતાવી પેટીયુ રળે છે. મંગળવારે થાનની સર્વોદય સોસાયટીમાં આવેલી શાળા નં. 4 પાસેથી પસાર થતા પ્રદીપભાઇને લોકોએ આ ગેંગનો સભ્ય હોવાનું માની ઘેરીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન ડી.વાય.એસ.પી. પી.ડી.જાડેજાની સૂચનાથી પેટ્રોલિંગમાં નિકળેલા પીઆઇ ડી.એમ.ઢોલ સહિતનાઓને આ બાબત ધ્યાને આવતા લોકોના રોષનો ભોગ બનેલા પ્રદીપભાઇને સલામત રીતે પોલીસ મથકે લાવી તપાસ કરતા પ્રદીપભાઇ પાસે આ કળાનું પ્રમાણપત્ર હોવાનું તથા શાળાના શિક્ષકોએ આ બાબતને સમર્થન આપ્યુ હતુ. ત્યારે મામલો શાંત થયો હતો અને પ્રદીપભાઈનો જીવ બચ્યો હતો. 

 

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...