તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • પાટડીમાં 50થી વધુ મકાન ભયજનક ચોમાસામાં દુર્ધટના સર્જાવાની ભીતિ | Demand For Municipal Proceedings Regarding Hazardous Buildings In The Ward

પાટડીમાં 50થી વધુ મકાન ભયજનક ચોમાસામાં દુર્ધટના સર્જાવાની ભીતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી: પાટડીમાં 2001માં આવેલા વિનાશક ભૂંકપમાં જર્જરિત બનેલા 50થી વધુ મકાનો મોતના ઉઘાડા દ્વારા સમા જોખમરૂપ સ્થિતીમાં ઊભા છે. કોઇ મોટી અજુગતી ઘટના બને એ પહેલા નગરપાલિકા દ્વારા આ ભયજનક મકાનો અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી માંગ ઉઠી છે.  26મી જાન્યુઆરી 2001માં આવેલા વિનાશક ભૂંકપમાં સદભાગ્યે પાટડી પથંકમાં કોઇ મોટી જાનહાની થઇ ન હતી. પરંતુ પાટડીના મકાનોને મોટુ નુકશાન થયુ હતુ. હાલમાં પાટડીના પાંચહાટડી સહિત વિવિધ વિસ્તારોમાં અનેક મકાનો, પોસ્ટ ઓફિસ સહિત મેઇન બજારની કેટલીક દુકાનો આજે પડવાના વાંકે ભયજનક સ્થિતીમાં ઉભી છે. આથી ચોમાસાના ભારે વરસાદમાં આ જોખમરૂપ મકાનોથી કોઇ અજુગતી ઘટના કે ગોઝારો બનાવ બને એ પહેલા નગરપાલિકા દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી માંગ ઉઠી છે.  

 

અમુક મકાનોમાં મસમોટી તિરાડો પડી...

પાટડીના વિવિધ વિસ્તારોના 80થી વધુ મકાનોમાં પીપળાનો વાસ છે અને આ પીપળા એ મકાન સહિત આજુબાજુના મકાનોમાં જડ સુધી ફેલાઇ ગયા હોવાથી મકાનોમાં મસમોટી તિરાડો પાડવાની સાથે મોટું નુકસાન પહોંચાડે છે. વધુમાં લોકો અને ખાસ કરીને મહિલાઓ પીપળાને ખૂબ પવિત્ર માનતી હોવાથી એને કાપતાં ખચકાય છે. 

 

ભયજનક મકાનો, દુકાનો બાબતે કાર્યવાહી કરાશે

 

આ બાબતે પાલિકા દ્વારા છાપામાં પત્રિકા નાખી લોકોને સાવચેત કરાયા હતા. છતાં આ બાબતે સર્વે કરી આવા ભયજનક મકાનોના માલિક અને દુકાનદારને નોટીશ આપી કાર્યવાહી કરાશે.  - ચીફ ઓફિસર મેહુલભાઇ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...