ખેતીમાં ગુનાખોરી: 2367.5 કિલો અફીણનાં છોડ જપ્ત,થશે ચોંકાવનારા ધડાકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: મૂળી તાલુકાનાં વેલાળા(ધ્રા)માંથી મળી આવેલા અફિણનાં વાવેતરનાં કેસમાં આરોપીએ અગાઉ બે  વર્ષ પહેલા પણ વાવેતર કર્યું હતું.પરંતુ તે સમયે સારો પાક ન થતાં નિષ્ફળતા મળી હતી.તેમ છતાં આરોપીએ આ બીજીવાર વાવેતર કર્યું હતું જેમાં સફળતા મળી હતી.અફિણનો પાક લેવાનો સમય આવ્યો બરોબર ત્યારે જ પોલીસ ત્રાટકી હતી.પોલીસે આરોપી ભરત ગોરધનભાઇ ઝેઝરીયાની ધરપકડ કરી કુલ રૂપિયા 59.30 લાખની મત્તા જપ્ત કરી હતી.રિમાન્ડ દરમિયાન સમગ્ર કેસમાં વધુ ચોંકાવનારા ધડાકા થશે.


ભરત ઝેઝરીયાએ બે વર્ષ પહેલા પણ આજ ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. પરંતુ સફળતા મળી ન હતી. જયારે બીજી વાર વાવેલો પાક ખુબ સારો મળ્યો હતો.આઇજી ડી.એન.પટેલ,જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણીની સુચનાથી એલસીબી પીઆઇ એન.કે.વ્યાસ સહીતની ટીમે 2367.5 કિલો અફિણનાં લીલા છોડ સહીત કૂલ રૂપિયા 59.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. બીજ કયાંથી લાવ્યો,તેની સાથે બીજા કોણ કોણ સંડોવાયેલા છે,કોના ઇશારે તેણે આટલુ મોટું વાવેતર કર્યું હતું, વાડીમાલીકની આમાં શું ભૂમિકા આવી તમામ બાબતોની પોલીસે  જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

 

વધુ તસવીરો અને માહિતી જોવો આગળની સ્લાઇડ્સમાં

અન્ય સમાચારો પણ છે...