તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર: બોટાદ બ્રાન્ચ કેનાલમાં ધોળીધજા ડેમ પાસે કોંગ્રેસના 4 ધારાસભ્યો લેશે જળ સમાધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઇ પટેલની અટકાયત - Divya Bhaskar
કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઇ પટેલની અટકાયત

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં સિંચાઇ માટે પાણી નહીં છોડાતા જિલ્લાના ચાર કોંગી ધારાસભ્યોએ જળસમાધીની ચીમકી આપી છે. આવેદન બાદ ધોળીધજા ડેમ ખાતે જળ સમાધી લેવા જતાં કોંગ્રેસના 3 ધારાસભ્યોની પોલીસે અટકાયત તકરી હતી.  આજે સવારે કલેકટર કચેરીએ આવેદન આપ્યા બાદ  ધોળીધજા ડેમ પરની બોટાદ તરફ જતી કેનાલમાં ધારાસભ્યો જળ સમાધી લેવાની જિલ્લા કોંગ્રેસ સમિતિએ જાહેરાત કરી હતી. 

 

કયા 3 ધારાસભ્યોની અટકાયત

 

સોમાભાઇ પટેલ

પરસોતમ મકવાણા

ઋત્વિક મકવાણા


4 ધારાસભ્યોએ જળસમાધીની ચીમકી આપી હતી


જિલ્લાના વઢવાણ, લીંબડી અને ચૂડા તાલુકામાં કેનાલ પસાર થતી હોવા છતાં ત્રણેય તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાતું નથી. ખેડૂતોના મશીનો જપ્ત કરાય છે. ત્યારે જિલ્લાના ચાર કોંગી ધારાસભ્યો સોમાભાઇ પટેલ, ઋત્વિકભાઇ મકવાણા, નૌશાદભાઇ સોલંકી અને પરસોત્તમભાઇ સાબરીયાએ તા. 7 સુધી બોટાદ કેનાલમાં સિંચાઇ માટે પાણી નહીં છોડાય તો જળસમાધીની ચીમકી આપી હતી. 


જળ સમાધી પહેલા એપીએમસીથી કલેક્ટર સુધી રેલી


કેનાલોમાં પાણી નહીં છોડાતા જળ સમાધી લેવાના હતા તેના ભાગરૂપે તા. 8ના રોજ સવારે એપીએમસીથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણા, પૂર્વ પ્રમુખ ચેતનભાઇ ખાચર, એપીએમસી ચેરમેન મોહનભાઇ પટેલની આગેવાનીમાં ખેડૂતો કલેકટર ધસી જઇ રજૂઆત કરી હતી.

 

તસવીરો અને માહિતી: વિપુલ જોષી, સુરેન્દ્રનગર