તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ યાર્ડની ચૂંટણીમાં ભાજપે આઠ બેઠક કબજે કરતા ભગવો લહેરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ: હળવદ ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિની  ચૂંટણી બુધવારે યોજાઈ હતી. જેમાં અગાઉથી ભાજપે 4 બેઠકો વેપારી અને 2 બેઠકો સહકારી મંડળીની મળી 6 બેઠકો કબજે કરી હતી. ખેડૂત વિભાગની બુધવારે યોજાયેલી ચૂંટણીની મત ગણતરી યોજાઇ હતી.  જેમાં ભાજપના 8 ઉમેદવારોનો ભવ્ય વિજય થતા હળવદ માર્કેટીંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. હળવદના  મુખ્યમાર્ગો પર ઉમેદવારોના વિજય સરઘણ કાઢીને જીતના વધામણા કરાયા હતા.  
 
 ઝાલાવાડનુ સૌથી મોટુ યાર્ડ એટલે હળવદનુ માર્કેટીંગ યાર્ડ. જેની ચુંટણી બુધવારે માર્કેટીંગ યાર્ડમાં યોજાઈ હતી. જેમાં કુલ 14 બેઠકોમાંથી 6 બેઠકો અગાઉ ભાજપ પ્રેરીત બિનહરીફ થઈ હતી. બાકીની 8 બેઠકો ખેડૂત વિભાગની મતગણતરી ગુરૂવારે સવારે યોજાઈ હતી.   
 
જેમાં આઠ ઉમેદવાર ભાજપ  પ્રેરિત  પેનલનો વિજય થતા હળવદ માર્કેટીંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારે આમ હળવદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભાજપ દ્વારા અને જીતેલા ઉમેદવારનું હળવદ  શહેરની મુખ્ય બજારમાં ઢોલ, નગારાં, અબીલ ગુલાલથી વિજય સરઘસનું આયોજન કરાયુ હતું.
 
મતગણતરી ટાણે મીડિયા પર પ્રતિબંધ 
 
હળવદ માર્કેટીંગયાર્ડની ચૂંટણીમાં મતગણતરી સમયે હળવદના પત્રકારોને જિલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણીએ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફી નહી કરવાનું કહેતા પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને હળવદ મામલતદાર, મોરબી માહિતી કચેરી અને મુખ્યમંત્રીને  આવેદનપત્ર આપીને મોરબી જિલ્લા રજીસ્ટ્રાર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઇ હતી.  
 
 

અન્ય સમાચારો પણ છે...