Home » Saurashtra » Latest News » Surendranagar » લીંબડી બેઠકના પૂર્વ MLAનો તાજીયાનો વીડિયો વાયરલ : રાજકારણ ગરમાયુ | Video viral of former legislator of Limbdi assembly seat

લીંબડી બેઠકના પૂર્વ MLAનો તાજીયાનો વીડિયો વાયરલ : રાજકારણ ગરમાયુ

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 08:36 AM

વર્તમાન ધારાસભ્ય બાદ પૂર્વ ધારાસભ્યનો વીડીયો વાયરલ

  • પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થતા લીંબડી પંથક સાથે સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.

    સુરેન્દ્રનગર: લીંબડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સોમાભાઇનો સાંકળ વીંઝતો વીડીયો વાયરલ થયા બાદ પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો તાજીયાના ઝૂલૂશમાં ચોકારો રમતા હોય તેવો વીડીયો વાયરલ થતા ચકચાર ફેલાઇ છે. થોડા જ દિવસોના અંતરે વર્તમાન અને પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થતા લીંબડી પંથક સાથે સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. કોમી એખલાસના વાતાવરણ વચ્ચે મહોરમ પર્વે નીકળતા તાજીયાનું ઝાલાવાડમાં અનેરૂ મહત્વ છે.

    મુસ્લીમ બીરાદરો સાથે હિન્દુ સમાજના લોકો પણ તેમાં જોડાય છે. ત્યારે લીંબડીના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા છએક માસ અગાઉ લીંબડી પંથકમાં નીકળેલ તાજીયાના ઝૂલૂશમાં ચોકારો રમતા હોય તેવો વિડીયો વાયરલ થતા ચકચાર ફેલાઇ છે. થોડા દિવસો અગાઉ લીંબડી બેઠકના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ માતાજીના માંડવાના પ્રસંગમાં પોતાના પર સાંકળ વીંઝતા હોય તેવો વીડીયો વાયરલ થયો હતો.

    વર્તમાન ધારાસભ્ય બાદ પૂર્વ ધારાસભ્યનો વીડીયો વાયરલ થતા લીંબડી પંથક સાથે સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો સંપર્ક સાધતા તેમના પ્રતિનિધીએ ફોન રિસિવ કર્યો હતો અને કિરીટસિંહ બહાર હોવાનું જણાવ્યું હતું. વાયરલ થયેલા વિડિયો બાબતે પ્રતિનિધીએ જણાવ્યું હતું કે આ જૂનો વિડિયો છે.

    વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • લીંબડી બેઠકના પૂર્વ MLAનો તાજીયાનો વીડિયો વાયરલ : રાજકારણ ગરમાયુ | Video viral of former legislator of Limbdi assembly seat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કિરીટસિંહ રાણાનો તાજીયાના ઝૂલૂશમાં ચોકારો રમતા હોય તેવો વીડીયો વાયરલ થતા ચકચાર ફેલાઇ છે.
  • લીંબડી બેઠકના પૂર્વ MLAનો તાજીયાનો વીડિયો વાયરલ : રાજકારણ ગરમાયુ | Video viral of former legislator of Limbdi assembly seat
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ