૫ર્યૂષણ મહાપર્વમાં આજે સંવત્સરી : 84 લાખ શ્રાવકો મહાપ્રતિક્રમણ કરશે

સુરેન્દ્રનગર અને લીંબડીમાં ભવ્ય અંગરચના કરાઈ હતી.
સુરેન્દ્રનગર અને લીંબડીમાં ભવ્ય અંગરચના કરાઈ હતી.

DivyaBhaskar.com

Sep 13, 2018, 01:28 AM IST

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં જૈન સમાજના પવિત્ર પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યા છે. જેમાં ગુરૂવારે સંવત્સરી પ્રસંગે મહા પ્રતિક્રમણ કરી જૈનો જગતના 84 લાખ જીવોની ક્ષમા યાચના કરશે.


મહાપ્રતિક્રમણ કરી જગતના 84 લાખ જીવોને જીવોની ક્ષમાયાચના કરશે


ગુરૂવારે સંવત્સરી પર્વે ભકતામ્બર સ્રોતના પાઠ, વ્યાખ્યાન, નવકાર મંત્રના જાપ, આલોયણા સહીતની ધર્મ આરાધનામા જૈનો ઉમટી પડશે. સાંજે મહાપ્રતિક્રમણ કરી જગતના 84 લાખ જીવોને જીવોની ક્ષમાયાચના કરશે. પ્રતિક્રમણ દરમિયાન જિવદયા માટે જૈનો દાનની સરવાની વહાવશે. આ ઉપરાંત અઠ્ઠાઇ, સોળભથ્થુ, માસક્ષમના તપસ્વીઓ દ્વારા અપાયેલ સાંગીમાં મહિલા મંડળો સ્તવનોની રમઝટ બોલાવશે. તેમજ લીંબડીમાં આવેલા બહુજીન સ્વામી દેરાસરમાં બુધવારે ભવ્ય અંગ રચના કરવામાં આવી.

ચોવીસીના તીર્થકાર બહુજીન સ્વામી મુળ નાયક તરીકે બીરાજમાન


સમગ્ર ભારતમાં આ એક દેરાસર છે કે જ્યાં આવતી ચોવીસીના તીર્થકાર બહુજીન સ્વામી મુળ નાયક તરીકે બીરાજમાન છે. જ્યારે હળવદના દેરાસરમાં પણ ભવ્ય અંગ રચના કરવામાં આવી હતી. 84 જીવોમાં 7 લાખ પ્રુથ્વીકાય, 7 લાખ અપકાય,7 લાખ તેઉકાય, 7 લાખ વાઉકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતી કાય, 14 લાખ સાધારણ વનસ્પતી કાય, 2 લાખ બે ઇન્દ્રીય, 2 લાખ તેઇન્દ્રીય, 2 લાખ ચૌરેન્દ્રીય, 4 લાખ નારકી, 4 લાખ દેવતા, 4 લાખ તિર્યંચ પચેન્દ્રીય, 14 લાખ મનુષ્યનો સમાવેશ થાય છે.

X
સુરેન્દ્રનગર અને લીંબડીમાં ભવ્ય અંગરચના કરાઈ હતી.સુરેન્દ્રનગર અને લીંબડીમાં ભવ્ય અંગરચના કરાઈ હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી