65 વર્ષના જુવાન ડોસા, 35 દિવસમાં 1800 કિમીની પદયાત્રા કરી ઇતિહાસ રચશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી: ઘેરથી ક્યારેય અડધો કિ.મી.પણ નહી ચાલેલા મૂળ રાજસ્થાનના અને મહારાષ્ટ્રથી વાયા ગુજરાત થઇ રાજસ્થાનના રામદેવપીરના આસ્થાસ્થળ રામદેવરા પહોંચનારા ૬૫ વર્ષના જુવાન ડોશલા ૩૫ દિવસમાં ૧૮૦૦ કિ.મી.ની પદયાત્રા પુરી કરી અડગ આસ્થાની સાથે ઇતિહાસ રચશે.

 

૧૮૦૦ કિ.મી.ની પગપાળા યાત્રાના સંકલ્પ સાથે શુભ શરૂઆત કરી 

 

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. એ ઉક્તિને મૂળ રાજસ્થાનના મકરાણા જિલ્લાના નાનકડા ગામ બુડસુના અને હાલ મહારાષ્ટ્રના ઇચલકરંજીમાં નિવૃત જીવન ગાળતા મહાવિર પ્રસાદે મહારાષ્ટ્રથી વાયા ગુજરાત થઇને રાજસ્થાનના બાબા રામદેવપીરના આસ્થાસ્થળ રામદેવરા સુધી ૧૮૦૦ કિ.મી.ની પગપાળા યાત્રાના સંકલ્પ સાથે શુભ શરૂઆત કરી હતી.

 

પરિવારજનો પ્રાઇવેટ વાહનમાં સાથે જમવાના સામાન સાથે આગળ ચાલતા 

 

રાજસ્થાનના ૬૫ વર્ષના મહાવિર પ્રસાદે માત્ર ૩૫ દિવસમાં જ ૧૮૦૦ કિ.મી.ની પદયાત્રા પુરી કરવાના દ્રઢ સંકલ્પ સાથે ગુજરાતના ઝાલાવાડ વિસ્તારમાંથી પસાર થતા ઠેર ઠેર ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ આધેડની પગપાળા યાત્રા દરમિયાન પત્નિ અને પુત્ર સહિતના પરિવારજનો પ્રાઇવેટ વાહનમાં સાથે જમવાના સીધુ સર-સામાન સાથે આગળ ચાલતા હતા.

 

રોજની 30થી 63  કિ.મી.ની પદયાત્રા


આ અંગે ૬૫ વર્ષિય મહાવિરપ્રસાદે જણાવ્યું કે આ પગપાળા યાત્રા દરમિયાન ક્યારેક દિવસના ૩૦ કિ.મી. તો ક્યારેક ૬૩ કિ.મી. સુધીની પદયાત્રા પણ કરી હતી. આ યાત્રા દરમિયાન મને ક્યાંય કોઇ જગ્યાએ કોઇ પણ જાતની તકલીફ પડી નથી.


ગુજરાતની આગતા-સ્વાગતા પર આફરીન


મહાવિર પ્રસાદે જણાવ્યું કે આ પગપાળા યાત્રા દરમિયાન મારી બહેનો, ભાણીયા સહિત સમગ્ર પરિવારજનોનો જોરદાર સપોર્ટ મળ્યો હતો. યાત્રાનો સૌથી સુખદ સમય મને ગુજરાતીઓની આગતા-સ્વાગતા અને હસમુખા સ્વભાવથી થયો હતો. ગુજરાતીઓ કાયમ દૂધ અને મારી રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં તત્પર રહેતા.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...