ફાયરિંગ / લીંબડી - રાજકોટ હાઇવે પર અજાણ્યા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, યુવાન ઈજાગ્રસ્ત

DivyaBhaskar | Updated - Apr 16, 2019, 02:44 PM
3 unknown person firign on man in limbadi rajkot highway

  • ફાયરિંગ કરીને આરોપીઓ ફરાર થયા


સુરેન્દ્રનગર: લોકસભા ચૂંટણીને પગલે આદર્શ આચારસંહિતા લાગૂ થતાં રાજ્યભરના પરવાનેદારોએ હથિયાર પોલીસમાં જમા કરાવ્યા છે. છતાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં હથિયાર વપરાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસની કોઈ બીક ન હોય તેમ ખુલ્લેઆમ હથિયારોનો ઉપયોગ કરીને કારમાં સવાર બે યુવાન પર અજાણ્યા શખ્સોએ 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઈજાગ્રસ્ત યુવાનને સારવારાર્થે લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતા.
આરોપી ફરાર: કારમાં મુળી તાલુકાના નવાણીયા ગામના યુવરાજસિંહ અને નરેન્દ્રસિંહ લીંબડી કોર્ટમાં મુદતે જતાં હતા. ત્યારે લીંબડીથી 3 કિમી દૂર તેમના પર ફાયરિંગ થયું હતું. ફાયરિંગ કરનાર શખ્સો ઘટનાને અંજામ આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને ફાયરિંગ થયું હોવાનું આશંકા સેવાઈ રહી છે.
(માહિતી અને તસવીર: વિપુલ જોશી, સુરેન્દ્રનગર)

X
3 unknown person firign on man in limbadi rajkot highway
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App