Home » Saurashtra » Latest News » Surendranagar » 15 August Special state level celebration in surendranagar by cm vijay rupani

સુરેન્દ્રનગરમાં રૂપાણીએ કહ્યું, બહેનોના ગળામાં હાથ નાંખનારને છોડશે નહીં

Divyabhaskar.com | Updated - Aug 15, 2018, 11:02 AM

72મા સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા મથકે થઈ હ

  • 15 August Special state level celebration in surendranagar by cm vijay rupani

    સુરેન્દ્રનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે, બહેન દીકરીના ગળામાં હાથ નાંખનારને સરકાર છોડશે નહીં. પ્રયાસ કરનારને 10 વર્ષની સજાનો કેદ કાયદો સરકાર બનાવી રહી છે. દેશના 72મા સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા મથકે થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાની સફળતાના યશગાન કર્યા હતા.

    ધ્વજવંદન બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે. મહાનુભાવોના બલિદાનને સાર્થક કરીએ. છેલ્લા 22 વર્ષથી ગુજરાત સતત વિકાસથી આગળ ધપી રહ્યું છે. વાંચ્છુકો, દલિતો સહિત તમામ જાતિને સમાન અધિકાર છે. કર્તવ્ય ભાવ વિના આગળ વધવું અશક્ય છે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું?

    5 વર્ષમાં ગુજરાત પાણીની સમસ્યામાંથી બહાર નીકળવાની દિશામાં
    આઝાદી યથાવત રાખવા આપણે પ્રયત્નો કરવા પડે
    રાજ્યના મુખ્યમંત્રી તરીકે પ્રથમ પ્રવાસ ઈઝરાયલનો કર્યો. ગુજરાતમાં કૃષિક્રાંતિ તરીકે આગળ વધી રહ્યાં છીએ.
    દરિયાના ખારા પાણીને મીઠા બનાવીશું
    પીએમ વિકાસને આગળ વધારી રહ્યાં છે
    શિક્ષિત સમાજ જ દેશને આગળ વધારી શકે
    દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું
    રાજ્યમાં ડ્રોપઆઉટ ઘટાડવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ
    ગુજરાતમાં કાયદાનું શાસન રહેશે, કાયદાની ઐસી કી તૈસી કરનાર સામે સરકાર કાર્યવાહી કરી રહી છે
    ઝિરો ટોલરન્સ સાથે કામ, એન્ટિ કરપ્શનને વધુ મજબુત કરાશે, સીબીઆઈની જેમ ACBનો પાયો મજબુત કરાશે
    ગુજરાતની માતાઓ અને બહેનોને સુરક્ષા મળે તે માટે 181 અભ્યમ લોન્ચ કરી છે.
    ગુજરાતમાં બહેનોના ગળામાં હાથ નાખવાનો કોઈ ગુનેગાર પ્રયત્ન કરશે, ચેન લૂંટવાનો પ્રયત્ન કરશે તેને સરકાર છોડશે નહીં, 10 વર્ષની સજાનો કાયદો સરકાર બનાવી રહી છે
    31મી ઓક્ટોબરે સરદાર પટેલના સ્ટેચ્યુનું લોકાર્પણ થશે. પીએમ મોદીનું સપનું.
    ધોલેરાને સિંગાપુરથી મોટું સિટી બનાવવાનું પ્લાનિંગ. ઈન્ડસ્ટ્રિયલ હબ બનશે
    ગુજરાતમાં સામાજિક સમરતા એ આપણો મોટો છે.
    સુરેન્દ્રનગરમાં એગ્રીકલ્ચર કોલેજની જાહેરાત, એગ્રીકલ્ચર હબ બનાવવામાં આવશે
    પાટણ અને સિદ્ધપુરમાં બેચરસ્વામી, વિર મેઘમાયાના સ્થાનક માટે 3-3 કરોડ ફાળવશે
    ગુજરાતમાં જનતાના આશીર્વાદ થી 22 વર્ષ થી વિકાસ ના શિખર સર કર્યા છે
    જન જન ના વિકાસ માટે સરકાર કર્તવ્યનિષ્ઠ થઈને કામ કરે છે
    ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત
    27000 કરોડ રૂપિયા શિક્ષણ માટે ફાળવવામાં આવ્યા
    શિક્ષણની ગુણવત્તા સુધરે એ માટે ગુણોત્સવ અને મિશન વિદ્યાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો
    સરકારી શાળા માં વર્ચ્યુઅલ ક્લાસિસનો પ્રયાસ શરૂ કરાયો

    આજીવન કેદ ભોગવતા 85 કેદીઓને આજે મુક્ત કરવામાં આવશે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ