તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 વર્ષથી શ્રાદ્વમાં માતાની તિથિએ જમણના સ્થાને રક્તદાન કેમ્પ થકી સેવાનું ‘તર્પણ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણઃ હાલ શ્રાધ્ધપક્ષ ચાલી રહ્યો હોવાથી પિતૃઓને તર્પણ માટે દૂધપાક બનાવીને શ્રધ્ધાંજલી અપાઇ રહી છે. ત્યારે વઢવાણ શહેરમાં શ્રાધ્ધપક્ષમાં દૂધપાકને બદલે રક્તદાન કેમ્પ યોજીને શ્રધ્ધાંજલી આપીને સામાજીક ક્રાંતિની નવી પહેલ કરાઇ છે. જેમાં પાંચ વર્ષમાં 500થી વધુ બોટલ રક્ત એકત્રિત કરી માતાને સાચા અર્થમાં તર્પણ કરાયુ છે.
વઢવાણના ભાઇઓ દ્વારા અત્યાર સુધીમાં 500 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે

ભાદરવા માસમાં શ્રાધ્ધપક્ષ દરમિયાન પિતૃ તર્પણની પરંપરા છે. આ પરંપરા મુજબ સામાન્ય રીતે દૂધપાક સહિત બનાવીને મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. ત્યારે વઢવાણ 80 ફૂટ રોડ પર રહેતા સોલંકી કમળાબેન રામજીભાઈ સોલંકીનું છ વર્ષ પહેલા અવસાન થયુ હતું. આથી મૃતકનાં પુત્ર કનેશભાઈ, મહેશભાઈ વગેરે દ્વારા મૃત માતાની પૂણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 500થી વધુ રક્તની બોટલો એકત્રિત કરાઇ છે. હાલ શ્રાધ્ધપક્ષમાં ચાલી રહ્યો હોવાથી દૂધપાકને બદલે 80 ફૂટ રોડ વઢવાણ ખાતે રવિવારના રોજ રક્તદાન કેમ્પ યોજયો હતો. જેમાં 100 બોટલ રકતનું દાન કરાયુ હતુ.

આ અંગે વઢવાણ નગરપાલિકાનાં ઉપપ્રમુખ કનેશભાઈ સોલંકીએ જણાવ્યું કે, શ્રાધ્ધપક્ષમાં લોકો માતૃ-પિતૃઓને સંતૃપ્ત કરવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરે છે. સેવાના કાર્ય થકી પણ પિતૃ તૃપ્ત થાય તેવા હેતુથી અમે રકતદાન કેમ્પ કરીએ છીએ. શ્રાધ્ધના દિવસે પાંચ વર્ષથી કેમ્પનું આયોજન કરીએ છીએ જેમાં 500 બોટલ રકતદાન કરી ચૂકયા છીએ.
અન્ય સમાચારો પણ છે...