તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રીઝના ખોખાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 41.92 લાખનો મુદ્દામાલ જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ હાઇવે પર પરપ્રાંતીય દારૂ ભરેલી ટ્રક પસાર થવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં આંધ્રપ્રદેશ પાસીંગની ટ્રક અને વિદેશી દારૂ સહિતના રૂપિયા 41.92 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાઇ ગયો હતો. આ શખ્સના રીમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
ફ્રિઝના ખોખાની આડમાં હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરી 

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂની મોટાપાયે હેરફેર થતી હોવાની રાવ ઉઠે છે. ત્યારે મંગળવારે રાત્રે બાતમીને આધારે એલસીબી ટીમના પીએસઆઇ કે.આર.સીસોદીયા, રવિભાઇ ભરવાડ, દિલીપભાઇ ઠાકોર, જોરાવરનગર પીએસઆઇ એ.પી.ગઢવી, જીવરાજભાઇ સહિતનાઓએ હાઇવે પર વસ્તડી ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજધાની હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ આંધ્રપ્રદેશ પાસીંગના ટ્રકને અટકાવી તલાશી લેવાઇ હતી.
 
8295 બોટલ અને 2328 બીયરના ટીન સાથે કુલ 41.92 લાખનો મુદ્દામાલ જપ્ત 
 
જેમાં ટ્રકમાં ફ્રીઝના ખાલી ખોખામાં સંતાડેલ વિદેશી દારૂની 8295 બોટલો અને બીયરના 2328 ટીન કિંમત રૂપિયા 33,91,300, ટ્રક, મોબાઇલ, દોરડુ, તાડપત્રી સહિત રૂપીયા 41.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડામાં મૂળ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના સદકડી ગામનો અને હાલ અમદાવાદ નારણપુરામાં રહેતો ટ્રકનો કલીનર દિનેશભાઇ કલાજી મીણા ઝડપાઇ ગયો હતો. જયારે ટ્રકનો ડ્રાઇવર મદનલાલ નાસી છૂટ્યો હતો. આ બન્ને શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જયારે ઝડપાયેલ શખ્સ દિનેશભાઇ મીણાના રીમાન્ડ મેળવી બીજા નામો ખૂલે તેવી પોલીસ આશા રાખી રહી છે. હાલ નાસી છૂટેલા ડ્રાઇવર મદનલાલને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
 
વધુ તસવીરો માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો 
અન્ય સમાચારો પણ છે...