તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં 1700 કરોડનો પાક વીમો ખેડૂતોને મળશે : મુખ્યમંત્રી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદઃ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજયના નવનિયુક્ત મુખ્યમંત્રી હળવદમાં પ્રથમવાર ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજય સરકાર દ્વારા વિવિધ કલ્યાણ યોજનાના ખેડૂતોને 955 ખેડૂતોને 16 કરોડના ચેકોનું વિતરણ કરાયા હતાં. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ખેડૂતોને રૂ. 1700 કરોડનાં પાક વીમાની અમારી સરકારે આપ્યો હોવાનું જણાવ્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કરોડો રૂપિયાના કામોનું ખાતમુહુર્ત પણ કર્યું હતું.
હળવદમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાયું, વિવિધ યોજના અંતર્ગત 955 ખેડૂતોને 16 કરોડના ચેકનું CMના હસ્તે વિતરણ
રાજયકક્ષાની 18 ઓગસ્ટની ઉજવણી મોરબી જિલ્લામાં થનાર છે. ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયુ હતુ. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે ગુજરાતના ખેડૂતોને પગભર કરવા માટે 1700 કરોડના પાક વીમાની જાહેરાત કરી છે. તેમજ ખેડૂતો ખેતી ક્ષેત્ર સમૃધ્ધિ લાવે તે માટે એક ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન બેંકમાંથી ખેડૂતોને આપવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના 115 ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવશે. ત્યારે ખેડૂતો ખેતર વાડીમાં પિયત માટે પાણી મળી રહેશે. હળવદ માર્કેટિંગ યાર્ડને અદ્યતન બનાવવા માટે ખેડૂતોને પાક લઇને આવે ત્યારે લાંબી લાઈનોમાં ઉભુ ન રહેવુ પડે તે માટે રાજય સરકાર 12.30 કરોડની જમીન ફકત રૂ. 50 લાખમાં સરકાર ભાવે અર્પણ કરી હતી. જેની સનદ મુખ્યમંત્રીએ હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રીએ કલ્યાણકારી યોજના 955 ખેડૂતોને 16 કરોડનાં ચેકો, સાધન સહાય અર્પણ કરાઇ હતી.
મુખ્યમંત્રી રાહત ફંડમાં પાંચ લાખના ચેક અર્પણ કર્યા

આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રીએ હળવદ માર્કેટિંગ યાર્ડ, હળવદ મોરબી રોડનું ખાતમૂર્હુત સ્ટેજ પર કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તાનું ખાતમૂર્હુત કર્યુ હતું. આ પ્રસંગે હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલે મુખ્યમંત્રી રાહત ફંડમાં પાંચ લાખના ચેક અર્પણ કર્યા હતાં. જ્યારે હળવદ પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ મોમેન્ટો, તલવાર, સાફો આપી સન્માન કર્યુ હતુ. તેમજ પાલિકાના 21 સભ્યોએ 21 ફૂટના હારથી સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે મંત્રી જયંતિભાઈ કવાડીયા, કૃષિમંત્રી ચીમનભાઈ સાપરીયા, ધારાસભ્ય કાન્તીલાલ અમૃતીયા બીપીનભાઈ દવે, જશુભાઈ પટેલ, અજયભાઈ રાવલ, રજનીભાઈ, નવીનભાઈ, ઘનશ્યામભાઈ,વલ્લભભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

પાણીની સગવડ ન હોવાથી ખેડૂતોને હાલાકી
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સંમેલન યોજાયુ હતુ પરંતુ સભામંડપમાં ખેડૂતોને પાણીની સગવડ કરાઇ ન હતી. આમ ગરમીમાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ત્યારે આવડા મોટા સંમેલનમાં ખેડૂતોની પાણી માટે ઊપેક્ષા કરાતા રોષ ફેલાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો