ઇનોવા-ટ્રક અકસ્માતમાં અમદાવાદના છ મિત્રોના કંપાવતા મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભચાઉથી ડાયરાની રંગત માણીને પાછા ફરી રહેલાં સાત મિત્રોને અકસ્માત નડ્યો

અમદાવાદના મિત્રો ભચાઉ ડાયરાની રંગત માણીને ઇનોવા કારમાં અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી માંતેલા સાંઢની માફક આવી રહેલા ટ્રક અને ઇનોવા કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા છ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજયા હતાં. જ્યારે કારનો ડ્રાઇવર અમદાવાદ વી.એસ. હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.

ઘટના સ્થળે દોડી ગયેલી પાટડી પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અકસ્માત ઝોન તરીકે પ્રચલિત બનેલા માલવણ હાઇવે પર ગુરુવાર વહેલી સવારે માલવણ ચાર રસ્તા પાસે ઇનોવા કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

કેવી રીતે થયું આ ગમખ્વાર અકસ્માત તથા મૃતકોની નામની જાણકારી માટે ફોટો સ્લાઇડ કરો.....