• Gujarati News
  • 56 Seat Unrivaled In Surendranagar District Agri Bank

સુરેન્દ્રનગર જિલ્લા ખેતીબેંકની ચૂંટણીમાં પ૬ સીટો બિનહરીફ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રતિનિધ વિભાગમાં ૨૯માંથી ૨૬માં કોઇ હરીફજ ન ઉભા રહ્યા
- શાખાબેંકનાં ૩૩ માંથી ૩૦ સભ્યો બીનહરીફ થયા : માત્ર ૬ સીટો માટે ચૂંટણી કરાઇ


સુરેન્દ્રનગર જિલ્લામાં પ૦ હજારથી વધુ સભાસદો ધરાવતી ખેતીબેંકના ૨૯ પ્રતિનિધિ અને ૩૩ સભ્યોની ચૂંટણી જાહેરાત થતાં ગરમાવો ફેલાયો હતો. ત્યારે પ્રતિનિધિ વિભાગમાં ૨૯માંથી ૨૬ પ્રતિનિધિઓ બીનહરીફ થયા છે. આ ઉપરાંત શાખા સભ્યો વિભાગમાં ૩૩માંથી ૩૦ સભ્યો બીનહરીફ જાહેર કરાયા હતાં. ત્યારે ત્રણ પ્રતિનિધિ અને ત્રણ સભ્યોની ચૂંટણી વઢવાણ ઘરશાળા ખાતે યોજાઇ હતી.

ઝાલાવાડમાં સહકારી ક્ષેત્રે વર્ષોથી કરોડો રૂપિયાનો ધિરાણ વિવિધ બેંકો દ્વારા થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં ખેડૂતોને સમયસર ધિરાણ મળે અને ખેતઉત્પાદન વધે તે માટે ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. દ્વારા લાખો રૂપિયાનું ધિરાણ કરવામાં આવે છે. આ ધિરાણનું વ્યાજ નજીવુ હોવાથી ખેડૂતો માટે ફાયદાકારક છે. આ બેંકનો વહીવટ દરેક તાલુકા શાખા અને સભાસદોએ ચૂટેલ સભ્યો કરે છે. ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. સુરેન્દ્રનગરની જિલ્લાભરમાં શાખાઓ આવેલી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, લીંબડી, લખાર, ધ્રાંગધ્રા, હળવદ, ચોટીલા, મૂળી, પાટડી સહિ‌તનાં તાલુકાઓમાં પ૦ હજારથી વધુ સભાસદોનો કરોડો રૂપિયા ધિરાણ કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીબેંકના ૨૯ જિલ્લા પ્રતિનિધિ અને ૩૩ સભ્યોની ચૂંટણીની જાહેરાત થતા સરકારી ક્ષેત્રે ગરમાવો ફેલાયો હતો.

આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના સહકારી ક્ષેત્રના આગેવાનોએ ચૂંટણી લડવા માટે દોડધામ શરૂ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની દરેક શાખાઓમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. જેમાં ૨૯માંથી ૨૬ પ્રતિનિધિઓ બીનહરીફ થયા હતાં. ત્યારે ૩૩માં ૩૦ સભ્યો બીનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. સુરેન્દ્રનગરના લીંબડી, લખતર, પાટડી, મૂળી, હળવદ, ધ્રાંગધ્રા, ચોટીલા,સાયલા, ચૂડા તાલુકાઓમાં ચૂંટણી બીનહરીફ થઇ હતી. આથી વઢવાણ તાલુકા શાખામાં ત્રણ પ્રતિનિધિ અને ત્રણ સભ્યો માટે ચૂંટણી યોજવી પડે તેમ હતી.આથી વઢવાણ ઘરશાળા ખાતે મંગળવારના રોજ છ સીટ માટે મતદાન થયુ હતું.સુરેન્દ્રનગર જિલ્લા ખેતીબેંકમાં ચૂંટણી બાદ હવે રાજ્ય પ્રતિનિધિ અને દરેક શાખા ચેરમેનોની વરણી થશે.