કોંગ્રેસનાં કાંગરા ખેરવાયા, સુરેન્દ્રનગર પાલિકાના ૧૬ સદસ્યો ભાજપમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુરેન્દ્રનગર પાલિકાના ૧૬ સદસ્યો ભાજપમાં જોડાયા
- જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવકારતો કાર્યક્રમ યોજાયો
- લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભારે લીડથી હરાવવા પક્ષ કટીબધ્ધ : ભાજપ


લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ એક પછી એક આયોજનબદ્ધ રીતે કોંગ્રેસનાં કાંગરા ખેરવી રહ્યું છે. હજુ થોડા દિવસો પહેલા જ વઢવાણ એપીએમસીના ચેરમેન સહિ‌તની ટીમે કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે રવિવારના રોજ સુરેન્દ્રનગર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા વર્તમાન કોંગી સભ્યો સહિ‌ત કોંગ્રેસ સાથે છેડો ફાડી ભગવો ખેસ ધારણ કરી લેતા વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસ કોમામાં આવી ગઇ હોય તેવો માહોલ સર્જા‍યો હતો. સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ કાર્યકર્તાઓએ ભાજપને સંપૂર્ણ વફાદાર રહેવા ખાત્રી આપી હતી.

જ્યારે ભાજપ અગ્રણીઓએ કોંગ્રેસમાંથી આવેલા ભાઈઓનાં સ્વમાનની રક્ષા કરી એક બનીને કામ કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક સર કરવા માટે ભાજપે તોડજોડની નીતિ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. હજુ થોડા દિવસો પહેલા જ વઢવાણ એપીએમસી જેવા કોંગ્રેસનાં ગઢમાં ભાજપે મસ મોટા ગાબડા પાડી કોંગી સભ્યોને ભાજપમાં ભેળવવાની શરૂઆત કરી છે. ત્યારે ગત સુરેન્દ્રનગર નગરપાલિકામાં બે ટર્મમાં ભાજપને હંફાવનાર સુરેન્દ્રનગર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા જશુભા ઝાલા પોતાના સાથી કોંગ્રેસ સદસ્યો સાથે ભાજપમાં વિધીવત જોડાઇ ગયા હતાં.

આગળ વાંચો, સુરેન્દ્રનગર નગરપાલિકાના વિરોધપક્ષના નેતાને ભાજપમાં ભેળવવા, ભાજપમાં જોડાયેલા સદસ્યોના નામ