ધોળા દિવસે તસ્કરોનો તરખાટ, મકાનનાં તાળાં તોડી ૧૨.૮પ લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચાચકામાં ધોળા દિવસે મકાનનાં તાળાં તૂટયાં : ૧૨.૮પ લાખની ચોરી
- તિજોરીની ચાવી લગાવી અંદર રહેલી રોકડનો સફાયો

ચૂડા તાલુકાના ચાચકા ગામમાં આવેલ મકાનનાં તાળા તોડી તસ્કરોએ પ્રવેશ્યા હતાં. ત્યારબાદ મકાનમાં તિજોરીની ચાવી તસ્કોરને હાથ લાગી જતાં તિજોરી અંદર રહેલી રૂ. ૧૨.૮પ લાખની રોકડ રકમનો સફાયો કરીના નાસી છૂટતા ચકચાર ફેલાઇ હતી. આ બનાવની જાણ થતાં ચોરીનો તાગ મેળવવા ડોગસ્કવોડ તથા એફએસએલની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ ચલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ, ઘરફોડ ચોરી સહિ‌તના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે ચાચકા ગામા ધોળા દિવસે મકાનમાંથી રૂ. ૧૨.૮પ લાખની ચોરી થતા ગામમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.
કોળી પટેલ, ભરવાડ તથા ક્ષત્રિયો સહિ‌ત ૨પ૦૦ વસ્તી ધરાવતુ ચૂડા તાલુકાના ચાચકા ગામ છે. ત્યારે આ ગામમાં તા. ૨પમેના રોજ ધોળા દિવસે કોઇ અજાણ્યા શખ્સોએ અરજણભાઈ મેઘુભાઈ જાંબુકીયાના મકાનના કમ્પાઉન્ડની વંડી ટપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરના રૂમનું તાળુ તોડી રૂમમાં રાખવામાં આવેલી તિજોરી તસ્કરોની નજરે ચડી ગઇ હતી. આથી મોટા મુદ્દામાલની આશાએ તસ્કરોએ ઘરમાં જ તિજોરીની ચાવીની શોધખોળ કરતા સદ્દનબીસે ચાવી તસ્કરોના હાથ લાગી ગઇ હતી. ત્યારબાદ આ ચાવી વડે તિજોરી ખોલીને અંદર રહેલી રૂ. ૧૨,૮પ,૦૦૦ની માતબર રકમનો સફાયો બોલાવી તસ્કરો નાસી છૂટયા હતાં. આ બનાવ અંગેની જાણ મકાન માલિક અરજણભાઈ મેઘુભાઈ જાંબુકીયાને થતા ચૂડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...