પાલિકાની ચૂંટણીનો ૧.૩૭ લાખ મતદારો ફેંસલો કરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુરેન્દ્રનગરના ૧.૧૨ લાખ અને થાનના ૨૫ હજાર મતદારોના હાથમાં ૨૦૦ ઉમેદવારોનું ભાવિ

સુરેન્દ્રનગર અને થાન નગરપાલિકાની ચૂંટણીમાં તા.૧૦ ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે. જેમાં બન્ને નગરપાલિકાના ૨૩ વોર્ડની ૬૯ બેઠકો માટે ૧.૩૭ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બન્ને પાલિકામાં ચૂંટણી લડી રહેલા ૨૦૦ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવાના છે.

સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર, થાન અને હળવદ પાલિકાની ચૂંટણી જાહેર થતા જ ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહ ચરમસીમાએ હતો. જેમાં હળવદ પાલિકાના ૭ વોર્ડના ૨૧ સભ્યો ભાજપ તરફી બિનહરીફ થતા હવે સુરેન્દ્રનગર અને થાન નગરપાલિકામાં તા. ૧૦ના રોજ મતદાન થનાર છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના ૧૪ વોર્ડની ૪૨ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી.જેમાં વોર્ડ નં. ૩ની એક મહિલા બેઠક બિનહરીફ થતા હવે ૪૧ બેઠકો માટે મતદાન યોજાશે.

સુરેન્દ્રનગર પાલિકાના ૧૪ વોર્ડની ૪૧ બેઠકો માટે ૧,૧૨,૧૦૬ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે.જેમાં સૌથી વધુ મતદારો વોર્ડ નં. ૧૨માં ૧૦૮૨૨ છે જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નં. ૧૩માં ૫૯૦૮ છે. આ ઉપરાંત થાન નગરપાલિકાના ૯ વોર્ડની ૨૭ બેઠકો માટે ૨૫,૦૭૩ મતદારો પાલિકાના ૨૭ સુધરાઇ સભ્યોને ચૂંટી કાઢશે.

સુરેન્દ્રનગર નગરપાલિકાના ૧૧૮ અને થાન નગરપાલિકાના ૮૨ ઉમેદવારોનું ભાવિ ૧.૩૭ લાખ મતદારો તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ ઇવીએમમાં સીલ કરશે. ત્યારે આ ૧.૩૭ લાખ મતદારોને પોતાના તરફી મતદાન કરાવવા માટે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો અને અપક્ષ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

- પાલિકાની ચૂંટણીમાં મતદારો

વોર્ડ સુરેન્દ્રનગર થાન
૧ ૧૦૧૩૬ ૨૬૩૧
૨ ૯૮૮૬ ૨૬૫૧
૩ ૮૬૩૯ ૨૫૯૯
૪ ૮૪૦૬ ૩૦૪૧
૫ ૮૮૦૧ ૨૬૩૧
૬ ૬૪૬૭ ૩૧૭૩
૭ ૮૮૯૫ ૩૨૦૭
૮ ૭૪૪૩ ૨૯૯૮
૯ ૭૦૬૯ ૨૧૪૨
૧૦ ૬૪૨૫
૧૧ ૬૨૧૭
૧૨ ૧૦૮૨૨
૧૩ ૫૯૦૮
૧૪ ૬૯૯૨