પુત્રની દવા લેવા આવનાર મહિલાએ પોલીસ સ્ટેશન સામે જ જીવ ગુમાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસચોકી સામે જ મહિલાએ જીવ ગુમાવ્યો: પુત્રની દવા માટે સેખલિયાથી રાજકોટ આવતા’તા

રાજકોટની ભાગોળે કુવાડવા પોલીસમથક સામે ટ્રેક્ટરે બાઇકને ઠોકરે લેતાં બાઇકમાં બેઠેલા સેખલિયા ગામની કોળી મહિ‌લાનું પતિ-પુત્રની નજર સામે મોત નીપજ્યું હતું. પુત્રની દવા લેવા આવી રહેલી મહિ‌લાને રસ્તામાં કાળ ભેટી જતાં અરેરાટી મચી ગઇ હતી.

ચોટીલાના સેખલિયા ગામે રહેતા કોળી ગોરધનભાઇ બાવળિયા અને તેના પત્ની હંસાબેન પોતાના ૧૩ વર્ષના બીમાર પુત્ર વિશાલની દવા લેવા બાઇકમાં રાજકોટ આવવા નીકળ્યા હતા. કોળી પરિવાર રાજકોટની ભાગોળે કુવાડવા પોલીસ સ્ટેશન સામે પહોંચ્યો હતો ત્યારે બેફિકરાઇથી ધસી આવેલા ટ્રેક્ટરે બાઇકને ઠોકરે લીધું હતું. ટ્રેક્ટરની ઠોકરથી કોળી પરિવારના ત્રણેય સભ્યો રસ્તા પર ફંગોળાયા હતા.

આગળની સ્લાઈડ્સમાં તસવીરો સાથે વાંચો: અકસ્માત થતાં જ ટ્રાફિક પોલીસ રવાના થઇ ગઇ/૧૦૮ પણ મોડી પહોંચ્યાનો આક્ષેપ (તસવીરો: ગેલાભાઈ ઉતેળિયા, રાજકોટ)