તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાઇન ફલૂથી વેરાવળની મહિલાનું મોત, તંત્ર દોડતું થયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમનાથ-વેરાવળમાં રહેતા લકુબેન લક્ષ્મણભાઇ ચોપડા (ઉ.વ.૨૮) શરદી-તાવમાં પટકાતાં સ્થાનિક તબીબ પાસે સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે રાત્રીના સલુબેનનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાના લોહી-કફના નમૂના લઇ પૃથક્કરણ અર્થો મોકલવામાં આવ્યા હતા. અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જોકે સલુબેનને સ્વાઇન ફલૂ હોવાનું સ્પષ્ટ થયું તેની ગણતરીની મિનિટોમાં જ તેમનું મૃત્યુ થયું હતું. સ્વાઇન ફલૂગ્રસ્ત મહિલાનું મોત નીપજતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ સ્ટાફે મૃતદેહને ખાસ આવરણમાં પેક કરી તેની રામનાથપરા સ્મશાન ખાતે બે ત્રણ વ્યક્તિની હાજરીમાં અંતિમવિધિ કરી હતી.