• Gujarati News
  • Welfare Hospital Dangerous Biological Waste Disposal In Public

'વેલકેર’ હોસ્પિટલ ઘાતક જૈવિક કચરો જાહેરમાં નાખે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપાએ રંગેહાથ ઝડપી દંડ ફટકાર્યો
શહેરના કિસાનપરા ચોક નજીક, એજી ઓફિસ પાછળ આવેલી ડો. ગૌરવ દવે અને ડો. બીપીન ભીમાણીની વેલકેર હોસ્પિટલમાંથી નીકળતો ઘાતક જૈવિક કચરો જનઆરોગ્ય માટે જોખમ ઊભું થાય એ રીતે જાહેરમાં નખાતો હોવાનું આજે મનપાએ રંગેહાથ પકડી પાડયું હતું. હોસ્પિટલને રૂ.પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને હવે જો બીજી વખત આવી ગુનાહિ‌ત બેદરકારી પકડાશે તો હોસ્પિટલ સીલ કરી દેવા સુધીના કડક પગલાં લેવામાં આવશે એવું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.
આ હોસ્પિટલ દ્વારા લોહીવાળા પાટાપિંડી, સિરિંજ, દવા સહિ‌તનો બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવે છે એવી એક નાગરિકે આપેલી આ માહિ‌તીના આધારે ચેકિંગનો આદેશ આપતા સેનેટરી ઇન્સ્પેક્ટર કેતન ગોંડલિયા અને એસ.આઇ. ભરત અમલિયા, અને નિરવ દવેએ વોચ ગોઠવી હતી.
સતત ચાર દિવસ સુધી હોસ્પિટલ ઉપર નજર રાખવામાં આવી હતી. આ વોચ દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ ઘાતક જૈવિક કચરો નજીકમાં આવેલી કચરાપેટી પાસે ખુલ્લામાં નાખવામાં આવ્યો હતો ત્યારે મનપાની ટીમે રંગેહાથ પકડી પાડયું હતું.
બાયોમેડિકલ વેસ્ટના બેચ નંબર પરથી આ કચરો વેલકેર હોસ્પિટલનો જ હોવાના ઓનપેપર રેકર્ડ બનાવીને મનપાએ વેલકેર હોસ્પિટલને રૂ.પ હજારનો દંડ કર્યો હતો. દંડ કરવા ઉપરાંત મનપા તરફથી ડો. ગૌરવ દવે તથા ડો. બીપીન ભીમાણીને એવું અલ્ટિમેટમ પણ અપાયું હતું કે, જો બીજીવખત જનઆરોગ્ય સાથે આ રીતે ગંભીર ચેડાં થતાં હોવાનું પકડાશે તો હોસ્પિટલ સીલ કરી દેવા સુધીના કડક પગલાં લેવાશે.