રાજકોટ: લાલપરી-રાંદરડાનું પાણી પ્રદ્યુમ્નપાર્ક ઝૂ માટે અનામત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દુકાળમાં અધિક માસ| દરરોજ 10 એમએલડી પાણીની ઘટ પડશે

રાજકોટ: રાજકોટના 16 લાખ પ્રજાજનો પાણી સમસ્યાથી ઘેરાઈ ગયા છે ત્યારે મનપાએ લાલપરી અને રાંદરડાનું પાણી પ્રદ્યુમનપાર્ક ઝૂના પ્રાણીઓ તથા બ્યૂટીફિકેશન માટે અનામત રાખવાનો નિર્ણય કરતા અત્યારે તે તળાવોમાંથી ઉપાડાતું 5થી 10 એમએલડી પાણી મળતું બંધ થશે. રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતાં સ્થાનિક જળાશયોમાં આજી, ન્યારી, રાંદરડા-લાલપરી તળાવ, ન્યારી-2 અને ભાદર-1નો સમાવેશ થાય છે. આજીડેમની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. વધીને બે મહિના ચાલે તેટલો જ જળજથ્થો આજીડેમમાં સંગ્રહાયેલો છે, જ્યારે ન્યારી ડેમ પણ વર્ષ આખો ચાલે તેમ નથી.

ભાદર ડેમ તો રાજકોટ ઉપરાંત જેતપુર-ગોંડલ અને સિંચાઇ માટે પણ ઉપયોગમાં લેવાય રહ્યું છે. લાલપરી-રાંદરડા તળાવ. આ જળાશયનું પાણી જરૂરિયાતના સમયે 5 થી 10 એમએલડી માટે પ્રાણવાયુ બને છે. આ સ્થિતિ વચ્ચે આવતા ચોમાસા સુધી શહેરની 16 લાખની જનતાની તરસ કેમ છુપાવવી અને બીજીબાજુ શહેરના બ્યુટીફિકેશન અને ખાસ કરીને માંડ કરીને વિકસેલું 137 એકરમાં પથરાયેલા પ્રદ્યુમ્નપાર્ક ઝૂના પ્રાણીઓ તેમજ હજારો વૃક્ષોને જીવિત રાખવાની કઠિન સ્થિતિ મનપાના તંત્રવાહકો સમક્ષ આવી છે.

આવા સંજોગોમાં મનપાએ એવો નિર્ણય લીધો છે. કોઇપણ સંજોગોમાં લાલપરી-રાંદરડાનું પાણી પીવા માટે ન લેવું. પ્રદ્યુમ્નપાર્ક ઝૂના પ્રાણીઓ તેમજ ઝૂની હરિયાળી માટે અનામત રાખવું. હાલ આ જળાશયમાં મોટર મૂકીને પાણી પ્રદ્યુમ્નપાર્ક જૂની ટેકરી ઉપર ચડાવવામાં આવે છે.