તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્મશાનમાં ભ્રષ્ટાચારનું ભૂત, વિજિલન્સ તપાસ સોંપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શાસક-વિપક્ષની તપાસ કમિટીના અભ્યાસમાં ૩ કરોડના કામમાં શંકાસ્પદ બાબતો સામે આવી

શહેરના રામનાથપરા સ્મશાનમાં નવા વિદ્યુત અને ગેસ આધારિત યુનિટના ચાલુ કામે જ અચાનક જ એસ્ટિમેટ બમણુ કરી નાખવાના શંકાસ્પદ વહીવટની વિજિલન્સ તપાસનો આદેશ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલાએ આપ્યો છે. શનિવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટિગમાં આ નિર્ણય લઇને દરખાસ્ત વધુ એકવાર પેન્ડિંગ રખાઇ હતી.

આજથી બે વર્ષ પહેલા રામનાથપરા સ્મશાનમાં બે નવા વિદ્યુત યુનિટ અને ગેસ આધારિત યુનિટનું કામ મંજૂર થયું હતું. એ વખતે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ.૯૭.૪૪ લાખ નક્કી કરાયો હતો. ટેન્ડરમાં ૪૭ ટકા જેટલો તોતિંગ ઓન આવતા આ કામ રૂ.૧.૬૦ કરોડમાં અપાયું હતું. આટલું તોતિંગ ઓન છતાં હવે રૂ.૩.૧૦ કરોડ સુધી ખર્ચ આંબી જશે તેવું દેખાડી વધારાનું એસ્ટિમેટ મંજૂર કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી. ભાવવધારા પાછળના કારણમાં ચીમનીનું ફાઉન્ડેશન નદી નીચેથી કરવાનું હોય અને બન્ને ચીમની ફરતે રિટેઇનિંગ વોલ બનાવવાના કામમાં જે ફેરફાર થયેલો છે તે મુખ્ય હોવાનું જણાવાયેલું છે. ગત સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં ખર્ચ મંજૂરીની દરખાસ્ત પેન્ડિંગ રાખીને શાસકપક્ષના ચાર સભ્યો વલ્લભ દૂધાત્રા, ડો.જૈમન ઉપાધ્યાય, નરેન્દ્ર ડવ, ધર્મેન્દ્ર મિરાણી અને વિપક્ષી ઉપનેતા ગાયત્રીબા વાઘેલા સહિ‌ત પાંચ સભ્યોની તપાસ કમિટી રચવામાં આવી હતી
.
કમિટીએ તપાસ કરતાં વધારાના ખર્ચમાં શંકા ઉપજાવતા અનેક સવાલો ઊઠયા છે. આજે શનિવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં આ દરખાસ્ત વધુ એકવાર પેન્ડિંગ રાખીને ચેરમેન રાજભા ઝાલાએ સ્મશાનગૃહના કામના પ્રારંભથી લઇ અત્યાર સુધીની વિજિલન્સ તપાસનો આદેશ આપ્યો છે.

શંકા ઉપજાવતા સવાલો
આર્કિટેકે ડ્રોઇંગ સહિ‌તની ટેકનિકલ કામગીરી પૂરી શા માટે ન કરી?
રૂ.પોણા બે કરોડનો ખર્ચ પહેલેથી જ શા માટે ન સૂચવાયો?
એક જ કામમાં છ અધિકારીઓ બદલાઇ ગયા, ભવિષ્યનું
આયોજન શા માટે અગાઉથી ન થયું?
પ્રાર્થના હોલની બાજુમાં જ વિસામો શા માટે? તેનો કોઇ જવાબ શા માટે ન આપી શકાયો?

સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલા અન્ય કામો
અગાઉ સ્પોન્સરશીપના નામથી યોજેલી ક્રિકેટ ટુર્નામેન્ટ પેટે રૂ.૬.૭૬ લાખનો ખર્ચ પ્રજા પર લાદી દેવાયો
એન્ટ્રી ગેટ પર જાહેરાતના હક્ક રૂ.૪૦.૭૯ લાખમાં અપાયા
કે.કે.વી. સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ નીચે રૂ.૭.૮૨ લાખના ખર્ચે પે
એન્ડ યૂઝ ટોઇલેટ બનશે
ર્વોડ નં. ૨૩માં મારૂતિ ૮૦ ફૂટના
રોડ પર નવી ડિઝાઇનના ડિવાઇડર નાખવા રૂ.૧૮.૯૭ લાખનો ખર્ચ મંજૂર
ર્વોડ નં.૨૩માં નાળોદાનગરની જુદી જુદી શેરીઓમાં પેવિંગ બ્લોક નખાશે.