• Gujarati News
  • Vegetable Market In Corporation Area Rajkot Latest News

રાજકોટ: મનપાના પ્લોટમાં શાકમાર્કેટ બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કમિશનર વિજય નેહરાની ફાઇલ તસવીર)
- ધોંસની સાથે બકાલીઓને વૈકલ્પિક સુવિધાની દિશામાં કમિશનરનો આવકારદાયક અભિગમ

રાજકોટ: રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં રોડ પર જ ભરાતી શાકમાર્કેટ માટે મહાપાલિકા પ્લોટ ફાળવશે એવો એક નિર્ણય કમિશનર વિજય નેહરાએ જાહેર કર્યો છે. મનપાએ ખુદ રોડ પર હોકર્સ ઝોન બનાવીને સત્તાવાર દબાણ કરાવ્યું છે. આવા હોકર્સ ઝોન મનપાના પ્લોટમાં સ્થળાંતર કરાશે. જ્યુબિલી રોડને ઝીરો ટોલરન્સ જાહેર કર્યા બાદ તંત્રે ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે. તંત્ર પહેલા શાકમાર્કેટ માટે સુવિધા આપે પછી આ પ્રકારનું પગલું લે ત્યારે જ ટ્રાફિક સમસ્યાનો જડમૂળથી ઉકેલ આવી શકે તેમ છે એવું ધ્યાન દિવ્ય ભાસ્કરે દોર્યા બાદ મ્યુનિ. કિમશનરે એ દિશામાં વિચાર કરીને આ નિર્ણય કર્યો છે.

હાલ મનપા દ્વારા સત્તાવાર કહી શકાય એવી બાંધકામવાળી ચારથી પાંચ જ શાકમાર્કેટ છે. વિકસિત એવા ન્યૂ રાજકોટમાં એકપણ નથી. જેથી ગૃહિણીઓ મોટાભાગે જયુબિલી શાકમાર્કેટમાં જ આવવાનો આગ્રહ રાખે છે. આવી સ્થિતિ વચ્ચે મનપાએ જ્યુબિલી રોડ પરથી બકાલીઓના દબાણને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. આ અંગે દિવ્ય ભાસ્કરે અભ્યાસપૂર્ણ અહેવાલ રજૂ કરીને મનપાનું ધ્યાન દોર્યું હતું. કમિશનર નેહરાએ એ દિશામાં વિચાર કરીને ત્રણેય ઝોનમાં દર બે-ત્રણ વોર્ડ વચ્ચે મનપાના પ્લોટમાં શાકમાર્કેટ બનાવવાનો નિર્ણય લીધો છે.

જગ્યા શોધવા અધિકારીને સૂચના અપાઇ ગઇ છે
સત્તાવાર શાકમાર્કેટ કઇ-કઇ જગ્યાએ બનશે

મનપા પાસે ત્રણેય ઝોનમાં પોતાના સંખ્યાબંધ પ્લોટ આવેલા છે.

કઇ ચોક્કસ જગ્યા નક્કી થઇ છે

ક્યાં વિસ્તારમાં જરૂરિયાત છે, અને ત્યાં મનપાનો ક્યો પ્લોટ છે, તેનો રિપોર્ટ આપવા અધિકારીને સૂચના અપાઇ ગઇ છે.