તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Unseasonal Rain In All Gujarat Latest News Rajkot Mahesana

સોરઠ-ઉ. ગુજરાતમાં માવઠાની મોસમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલા વરસાદની તસવીર)
- સોરઠ-ઉ. ગુજરાતમાં માવઠાની મોસમ
- પોરબંદર, અમરેલી, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાને ભીંજવતો કમોસમી વરસાદ

રાજકોટ, મહેસાણા, આણંદ: કચ્છમાં અપર એર સરક્યુલેશનનાં કારણે રાજ્યમાં હવામાન પલટા સાથે સૌરાષ્ટ્રમાં બે દિ’થી ભરશિયાળે માવઠાની મોસમ જારી છે. જેમાં બુધવારે પોરબંદર, અમરેલી જિલ્લા અને જૂનાગઢ સહિત અન્ય વિસ્તારોમાં ધોધમાર અને ઝાપટાંરૂપે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના ભાવપરા અને ટુકડા મિંયાણી ગામે બપોરે 12 કલાકે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દસ મિનિટ સુધી પડેલા આ વરસાદને કારણે રસ્તા અને વાડી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.

ઉત્તર ગુજરાતમાંય કમોસમી વરસાદે બુધવારે સૌરાષ્ટ્રવાળી કરી હતી. મહેસાણા, બનાસકાંઠા, પાટણ તેમ જ સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો તેમ જ ભારે વરસાદ ઝાપટારૂપે ખાબક્યો હતો. અમરેલી પંથકમાં બુધવારે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. તેમ જ બપોર બાદ ધારી પંથકમાં તો અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો. બાબરા અને બગસરા પંથકમાં વહેલી સવારે હળવું ઝાપટુ પડ્યું હતું.

ભાવનગરમાં બપોરના સુમારે ત્રણેક ઝાપટા ખાબક્યા હતા. ત્યારે કચ્છના ગાગોદર, ગોધરા સહિત અન્ય કેટલાક વિસ્તારમાં ઝાપટા ને હળવો વરસાદ થયો હતો. મહેસાણા જિલ્લાના વિસનગરમાં બપોર બાદ આકાશમાં કાળાડિંબાગ વાદળો છવાઈ જવાની સાથે વરસાદ ખાબકતા શહેરના માયા બજાર, ગંજી, સવાલા દરવાજા, દીપક ચાર રસ્તા સહિતના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. અડધા કલાકે વરસાદે વિરામ ફરમાવ્યો હતો. જ્યારે હિંમતનગર,, ખેડબ્રહ્મા, શામળાજી અને લાંબડિયા, ગાંભોઈમાં માવઠાથી ખેતીના પાકોમાં ફૂગજન્ય રોગ આવવાની ભીતિથી ખેડૂતોમાં ઉચાટની લાગણી પ્રસરી હતી.
આગળ વાંચો, સોરઠમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો